Total Pageviews

Tuesday, August 13, 2019

ક્યાં ગઈ

ક્યાં ગઈ સંસ્કૃતિ
જેની છે મમ અંતર માં આગ
ક્યાં ગઈ ભારતીયતા
જેની છે મમ મનમાં પ્યાસ

મનમાં ભંડારી વર્ષોથી
જે ભવ્ય કલ્પના
ઘડતરમાં ઘૂંટી જે
અનન્ય ભાવના
આસમાન થી પણ
ઊંચી કંડારી જે મૂર્તિ વંદના
હરદમ જેનીહૃદયમાં
કરી દિવ્ય આરાધના

ક્યાં છે એ પ્રજા
જેના ગાન ગવાય છે
ક્યાં ગઈ છે એ માનવતા
સદીઓથી જે પૂજાય છે
આજે જ્યાં જુઓ
ત્યાં છેતરામણી
લુચ્ચાઈ, કપટ ને
સ્વાર્થ દેખાય છે

યુવાનો મિથ્યા સ્વાભિમાનમાં
દેશપ્રેમીઓ ભવ્ય ભૂતકાળમાં
આમજનો "આ તો આમ જ ચાલે"
બિનરહેવાસીઓ ફરિયાદો માં

બસ આ ભારત વર્તાય છે
જ્યાં "મારું તારું" અને  "મારે શું"
સંકુચિત દ્રષ્ટિ ને પોકળ દંભ
જીવનમાં ઉભરાય છે

ક્યારે આંબીશું  એ ઊંચાઈ
જે આપણી ધરોહર છે
ક્યારે ઉઠશું ઊંચા આદર્શો
અને પામવા વસુધૈવ કુટુંબકમ
















No comments:

Post a Comment