Total Pageviews

Wednesday, December 15, 2010

બદલાતી વ્યાખ્યા

બદલાતી વ્યાખ્યા 

રૂ નાં પીન્જ્નારા  ગયા
ને પ્યાલા બરણીવાળા ગયા 
વાસણ ની કલાઈ કરવા વાલા તો સાવ ગયા
આ સૌ લેતા ગયા પેઢી ભરની યાદ
હવે શાકભાજીવાળા પણ જશે?

મોલ અને supermart કેટ કેટ લાને કચરશે?
સ્વતંત્ર ધંધો રોજગાર કરતી બહેનો
ને પોતીકો વેપાર કરતા દુકાનદારો 
છેવટે ક્યાં જશે?

યાદ છે મને ફળિયાની ફળ વેચવાવાળી 
જેને અભિમાન પોતાના પપૈયા ને સીતાફલનું 
"જરા ચાખીને કહોકે છેને આખા ગામમાં સૌથી મીઠું?"

અને પેલી શાકવાળી 
જે નમતા જોખે ઘરાક જોઈ
ક્યાં જશે એ સ્વાભિમાન અને એ ઓળખાણ?

શોધશે કલાકના પગારવાળી નોકરી 
ત્યાગશે સ્વાભિમાન અને દરરોજ સવારે 
કરશે એક સમયપત્રીમાં કાણું
ને અઠવાડિયા ના અંતે મેળવશે ફરફરિયું

ક્યાં જશે એનું અભિમાન 
ફરફરિય ની રસીદમાં કે
કલાકના દરના પગારમાં?

મિનલ પંડ્યા 

Wednesday, November 17, 2010

ગુજરાતી અમેરિકામાં

ગુજરાતી અમેરિકામાં

સીરીઅલ નો કરે ચેવડો ને ચીઝનો કરે માવો 
આવો મળીયે આ ગુજરાતીઓને માણે અમેરિકાનો લ્હાવો

મઠીયા પાપડ સૂકવે તડકે માણે સેવ ગાંઠિયા ની ચટપટ 
ચરોતર હોય કે ચેરી હિલ પણ રાસ ગરબાની રમઝટ

ઉજવે દિવાળી ઉજવે હોળી ઉજવે નાતાલ રંગે 
ઉનાળામાં  બીચ પર માણે શ્રીખંડ ઊંધિયું ચંગે 

બોલે ભલે ભાંગ્યું અંગ્રેજી પણ ધંધો ધમધોકાર 
"ટેક તો ટેક નહિ તો ગો" એ ગુજરાતણ નો ખુમાર 

ગુજલીશમાં કરે ગપસપ ને ફેસબૂકમાં કરે ફ્રેન્ડશીપ
ભલે હોય અમેરિકામાં પણ જય જય ગરવી ગુજરાત હોઠે 

મિનલ પંડ્યા 

Monday, October 18, 2010

Sanskruti

સંસ્કૃતિ

ઘર ઘર માં જ્યાં પ્રથમ રોટલી ગાય માતાની વણાય
એ સંસ્કૃતિ છે અમારી 
કર્તવ્યોની થાય પ્રશંષા, નાં અધિકારની ભાષા 
એ સંસ્કૃતિ છે અમારી 

કુટુંબની જ્યાં કલ્પના લાધી 
ત્યાગની કરી તપસ્યા 
ધર્મ, મોક્ષ ની  મર્યાદા માં
અર્થ, કામ ને બાંધ્યા
એ સંસ્કૃતિ છે અમારી

અણજાણી મહિલાને પણ જ્યાં 
માતા કહીને બોલાવે
પરિવારની પ્રગતિ અર્થે
નિજ હિત જ્યાં ભુલાવે
એ સંસ્કૃતિ છે અમારી

જીવન ને જ્યાં આદર્શોથી
સીંચે હર એક મમતા
માતા, પિતા, ગુરુ તો સમજ્યા
જ્યાં અતિથી દેવ ગણાતા
એ સંસ્કૃતિ છે અમારી


મિનલ પંડ્યા
 

Tuesday, September 7, 2010

અમેરિકા માં તેમ્પર્વારી

અમેરિકા માં તેમ્પર્વારી

આવ્યા અમે તો અમેરિકામાં 
ભાઈ રહેવા તેમ્પર્વારી
ગ્રીનકાર્ડ ની મોહજાળમાં
છોડીને ઘરની અટારી
આવ્યા અમે તો ....

માર્યું ભલે અમ ઘરને તાળું
પણ ચાલુ હજી નોકરી સરકારી
penson, પગાર ને providant ફંડ વાળી
લઈને લીવ ઓફ એબ્સંસ તેમ્પર્વારી
આવ્યા અમે તો....

સોચીઅલ સેક્યુરીટી માં નામ લખાવી
ને મેડિકેડ નું  કાર્ડ કઢાવી
લાહવો લેવા બે બે દેશ થકી 
ત્રિશંકુ સમ રહેવા તેમ્પર્વારી
આવ્યા અમે તો....

પણ ભૂલ્યા અમે કે આ ધરતી પર 
નાં મળે કશું જ પરમેનન્ટ 
આજે ધબકતું અમ રુદય અને વળી 
અમ જીવન જ આખું તેમ્પર્વારી
પણ તોયે આવ્યા અમે તો
અમેરિકા માં ભાઈ રહેવા તેમ્પર્વારી

મીનલ પંડ્યા

Wednesday, June 30, 2010

BP oil spill poem

સમુદ્ર  મંથન 
દાયકા ઓ સુધી અમૃત ઝરતું રહ્યું 
Atlantic ના મંથન થકી
ને તૃષ્ણા છીપાવતા રહ્યા 
 આ મૂડીવાદના દેવો
પણ આજે જયારે ઉભરાય છે વિષ અવિરત 
ને ભૂમિ જીવો પુકારે   ત્રાહી ત્રાહી 
ક્યાં ગયા ઓ નીલકંઠ
ક્યારે આવશો આ પાતાળ લોકમાં 
કંઠમાં વિષ ને ધરવા?

મિનલ પંડ્યા 

સમુદ્ર  મંથન              Samudra Manthan

દાયકા ઓ સુધી અમૃત ઝરતું રહ્યું                For decades, when nectar oozed

Atlantic ના મંથન થકી                              while Atlantic ocean was churned

ને તૃષ્ણા છીપાવતા રહ્યા                             and the nectar satisfied your thirst                       

 આ મૂડીવાદના દેવો                                  O, the Gods of Capitalism

પણ આજે જયારે ઉભરાય છે વિષ અવિરત    But today, when the poison is spewed

ને ભૂમિ જીવો પુકારે   ત્રાહી ત્રાહી                 And fishes, birds an humans scream for help 

ક્યાં ગયા ઓ નીલકંઠ                                Where are you Nilkanth -Shiv

ક્યારે આવશો આ પાતાળ લોકમાં                Would you come to rescue these creatures

કંઠમાં વિષ ને ધરવા?                                And to hold the poison in your throat?

 

મિનલ પંડ્યા