Total Pageviews

Thursday, October 29, 2020

Thursday, September 17, 2020

Power

 To My Daughters

In this world,

Power comes in many forms

And in many ways

Specially for women today

There is a loud power

That rings in one's ears 

         But often could be hollow

         Veiling insecurity 

         There is a soft power

         That comes from work 

         And seeks approval

         Of others around 

         There is a sly power

         That comes from 

         Manipulations and criticism 

          To bring up the stature

          Bringing others down

          Then there is a kind power

          That comes from selfless

          Love, care, compassion 

          And confidence

          Be whatever you want to be

          With kind power

          And recognition will seek you out

          Always!


         --------

 



Monday, August 3, 2020

આવો શ્રાવણ આવશે

ખબર ક્યાં હતી કે આવો શ્રવણ આવશે 
જ્યારે લૂખ્ખી  બળેવ ઉજવાશે  
બહેનો ભાઈઓને મળી નહીં શકે 
અને મંદિરોને તાળાં લાગશે 

હશે આવી જન્માષ્ટમી કે 
પૂજારી બંધ બારણે પણ 
કોરોના કંસ ભરબજારે 
કાળો કેર વરતાવશે 

માસ્કમાં છુપાશે ચહેરા
હાથમાં હશે સેનિટાઈઝર
 પાડોશી રસ્તો બદલ્શે 
ગળે મળવાની તો વાત જ ભૂલાશે  

હે ઈશ્વર હું પાર્થુ  આજ 
આવો શ્રાવણ ફરી કદી ના આવે 
જ્યાં ઉજવણી અંદર અંદરઘૂંટાય 
શોક સંતાપ પણ ના વહેચાય 

મીનળ














Saturday, May 16, 2020

બસ કોરોના, બહુ થયું



બસ કોરોના હવે તું જા

આવ્યો હતો તું વણ બુલાવ્યો
છતાંએ અમે આવકાર્યો
આસપાસ માં આપ્યો વાસ
સમજ્યા અમે એમ કે
આવ્યો છે દેવા શીખ ખાસ

અમે  સ્વીકાર્યું, સાંભળ્યું, સમજ્યા
જીવન રીત બદલી તુજ નામ
ઘર કર્યું બંધ ને રસ્તા કર્યા  ખાલી
પશુ પક્ષી સૌને આપ્યું
મોકળું  મેદાન ખેલવા

પરિવારને માણ્યું , મનોરંજન માણ્યું
પુસ્તકો, સંગીત, શું શું માણ્યું
દૂર નજીકના સાગા સંબંધી સૌને
કર્યા યાદ, વર્ષો પછી
લાંબી, ટૂંકી વાતો કરી લીધી

પણ બસ હવે બહુ થયું
હવે તું જા
તારો આવકાર થયો છે પાંગળો
ને તારો ભય પણ હવે લાગે છે માયલો

ક્યાં સુધી, ક્યાં સુધી સૌ
રહીશું ઘરમાં બંધ
અને ક્યાં સુધી ક્યાં સુધી
માનવ પ્રવૃતિઓ ને ભૂલીને
જીવન જીવીશું પાંજરા મહી

જે ઈશ્વરે તને મોકલ્યો 
તે જ ઈશ્વરે અમને પણ મોકલ્યા
જીવન માણવા ને પ્રવૃત થવા
નહિ કે એશ આરામ કરવા

હા, થઇ હશે ભૂલ અમથી
નવી સમજ ની તે ભેટ દીધી સૌને
રાખીશું પરિવારને નજર સમક્ષ
સ્વર્ગ બનાવીશું પૃથ્વી પર

માણીશુ જીવન ભરપૂર
જે આપ્યું છે જે ઈશ્વરે
તે  તો છે કરુણા નો કરનારો
નહિ કે કોરોના નો કરનારો

મીનળ પંડ્યા