Total Pageviews

Wednesday, December 15, 2010

બદલાતી વ્યાખ્યા

બદલાતી વ્યાખ્યા 

રૂ નાં પીન્જ્નારા  ગયા
ને પ્યાલા બરણીવાળા ગયા 
વાસણ ની કલાઈ કરવા વાલા તો સાવ ગયા
આ સૌ લેતા ગયા પેઢી ભરની યાદ
હવે શાકભાજીવાળા પણ જશે?

મોલ અને supermart કેટ કેટ લાને કચરશે?
સ્વતંત્ર ધંધો રોજગાર કરતી બહેનો
ને પોતીકો વેપાર કરતા દુકાનદારો 
છેવટે ક્યાં જશે?

યાદ છે મને ફળિયાની ફળ વેચવાવાળી 
જેને અભિમાન પોતાના પપૈયા ને સીતાફલનું 
"જરા ચાખીને કહોકે છેને આખા ગામમાં સૌથી મીઠું?"

અને પેલી શાકવાળી 
જે નમતા જોખે ઘરાક જોઈ
ક્યાં જશે એ સ્વાભિમાન અને એ ઓળખાણ?

શોધશે કલાકના પગારવાળી નોકરી 
ત્યાગશે સ્વાભિમાન અને દરરોજ સવારે 
કરશે એક સમયપત્રીમાં કાણું
ને અઠવાડિયા ના અંતે મેળવશે ફરફરિયું

ક્યાં જશે એનું અભિમાન 
ફરફરિય ની રસીદમાં કે
કલાકના દરના પગારમાં?

મિનલ પંડ્યા