Total Pageviews

Friday, July 6, 2012

ડહાપણ ના આવ્યું

ના આવ્યું

જિંદગીમાં કેમે કરીને ડહાપણ ના આવ્યું
ખોટા ને ખરા કહેવાનું શાણપણ ના આવ્યું
દુનિયાના રંગમંચ પર હરરોજ ભજવાતા
વ્યવહારનું વ્યાકરણ નાં આવ્યું

ભાવનાઓના ઉછળતા સમુંદર ને
નાથવાનું સુકાન નાં આવ્યું
ખુલ્લા દિલના એકરારો ઉપર
મુકવાનું ઢાકણ ના આવ્યું

પ્રયત્નો તો પળ પળ કર્યા પણ
મોહરું ઓઢીને ફરવાનું ના આવ્યુ
અટકળો તો હરરોજ કરી વાંચવાની
પણ છુપાયેલા ચહેરાઓને પારખતાં ના આવ્યું!

પણ આવ્યું  સમજમાં આજે અંતે
કે આ બનાવટી દોડ છે જે ઉંદર તણી
ને છે સફળ નિષ્ફળ ના જુઠા ત્રાજવા
તેનાથી પર છે નિજાનંદ સૌથી મોંઘો

ઈશ્વર કરી તેં આ દુનિયા અનોખી
કે તારા બનાવેલા આ જગતમાં
જેને જીવતા ના આવ્યું
ને રહ્યા જે  સંસારે હારતા 
તે જ જીતી ગયા આ જીવન
ને તરી ગયા ભવસાગર

મિનલ પંડ્યા


No comments:

Post a Comment