Total Pageviews

Monday, December 20, 2021

મારા તમારાં

 

મારા તમારાં 


જીવન આખું વીત્યું 

તમારાં ને મારા કરવામાં 

લાગણીઓને ગોઠવવામાં, 

સંકેલવામાં 

એકબીજાને સમજવામાં 

ચલાવી લેવામાં ,

અટકળો કરવામાં , 

કેટલા અરમાનો કચડાયા 

કેટલી લાગણીઑ દુભાઈ  

કોઈકવાર, અચાનક 

હૈયું કરે એ હિસાબ 

ત્યારે 

ખડકાય એ લાગણીઓનો 

સંઘરેલો ઢગલો 

અને 

ઝરે જરા સરખો તણખો 

પ્રગટે હોળી અંતર મહી 


Saturday, December 11, 2021

People

People are like pots and pans 

  • Some are made of china, only to be taken out on special occasions. They are fragile, and you have to handle them with care.
  • Some are made of melamine, can be used often, rugged and useful.
  • Some are made of paper, to be used only in a large group, and the relationship may not work for long.
  • Some are made of stainless steel, reliable, useful every day, and can be passed on from generation to generation.
  • Some are made of silver, so valuable that they are only a few and only come out for a special occasion or a guest.
  • Some are made of non-stick material and no matter what you tell them, nothing sticks but they are the ones you need at special times.
  • Some are made of cast iron, once you have seasoned them, you are free to deal with them as you like. They are yours forever.


Wednesday, November 24, 2021

અમેરિકા જ્યારે હતું નવું નવું

 અમેરિકા જ્યારે હતું નવું નવું

આહાહા શું છે
આ સ્વપનું કે સાચું
આ ખુલ્લી સડકો
નિયોન ની ઝાકઝમાળ રોશની
બસ હું ને તું મોટી ગાડીમાં
લાંબી સફરે

સ્વર્ગ લાગે હાથવગું
રસ્તે રસ્તે ઝળહળ ઝળહળ
નવા મિત્રો, નવા કપડાં
નવું ઘર, નવી જિંદગી
પણ કાં યાદો સતાવે જૂની

વિચાર આવે નિશદિન 
ક્યારે થશે આપણું
અમદાવાદ આવું
કેવી રીતે વહેંચું
આ ભારોભાર ખુશી

ભલે હોય સ્વર્ગ સમ 
આ નવો દેશ, નવો વેશ 
પણ 
હૃદયમાં ભોંકાય શૂળ ની જેમ 
આત્મજનો નો સંગ











Fifty years



On a 50th birthday


Can't believe you are fifty

Arriving on the top 

Of the hill of life 

The view from here is perfect

The years past and the years ahead 

See how far you have come

The Innocence of childhood

The warmth of family 

Exhilarating years of youth

Laughters Pranks and Parties

Nintendo and Guitar

Music and Masti

Kids and career 


And now, look ahead

To a wonderful future

There are still

Peaks to climb

Dreams to fulfill

Adventures to log 

Places to travel

So take a moment today

To enjoy this perfect view

And plunge ahead

The future is waiting!


Happy Golden Birthday!










Wednesday, September 15, 2021

આપ લે

 માગ્યા કરતાં મળ્યું ઘણું 

આપ્યું  હે ઈશ્વર 

તેં ખોબો ભરી ભરી 

હે જીવન તું ધન્ય છે 

પણ, 

મે ચૂકવ્યું પાછું કેટલું 

તે હિસાબ હજી બાકી છે 


જોઉ જ્યારે પાછું ફરી આજે 

વિચારું, આપ્યા કેટલા સ્મિત 

અને લૂછ્યા  કેટલા આંસુ 

ક્યાં  બાંધ્યા લાગણીના તાર 

અને કેટલા ગાંઠ્યા પૂર્વગ્રહ 

ક્યારે ઉજવી ઉદારતા દિલની 

અને ક્યારે સંકોચયુ અંદર મન 

ક્યારે આપી નોંધારા ને સહાય 

અને ક્યારે મોઢું ફેરવ્યું તત્કાળ  

ફરજ ક્યાં ક્યાં ચૂકી ગયા 

હક કેવા સાચવ્યા જતન થી 

સેવા ક્યાં ચૂક્યા કરવાની 

મેવા  શોધ્યા ક્યાં વણહકનાં 


ચિત્ર જે ઉભરે છે આજે 

તે મન ને લાગે છે થોડું ફીકું 

લીધું છે  ઘણું હરખભેર 

ને  કદાચ આપ્યું છે અણીભર  

હજી પણ સમય  છે મનવા 

હિસાબ ચૂકતે કરવાનો 


મીનળ 

 


 








Tuesday, September 7, 2021

No Time

 No Time, said he

No time, said she

Where is the time, said they

No one knows where the time goes, said all

No time for parents, 

No Time for children

No Time for friends

No Time for neighbors

Even no time for self

No time, No time

So what happened?

Where did the time go?

Years ago,

Our grandparents had time

Washed clothes by hand

Cooked fresh meals every day

Sewed their own clothes

And yet never said, no time

Our parents raised

Many kids, helped neighbors,

volunteered, 

Baked cookies for school,

They had

No ATMs, No Paying bills online

No smartphones

No Frozen foods or Microwaves,

Ubers or Take Outs

But they had time 

So, 

What happened?

Where did the time go?


Meenal









Friday, August 20, 2021

આઝાદી



 જન્મ્યા અમે આઝાદ ભૂમિ પર 

મળી સ્વતંત્રતા જન્મજાત 

વગર આપે એક લોહી ની  બુંદ 

કે વગર કરે કોઈ ત્યાગ 

નથી વેઠી કોઈ યાતના 

કે નથી ભોગવી પરતંત્રતા 

માની લીધો કે 

આઝાદી છે અમારો 

જન્મસિદ્ધ હક 

સમજ્યા નહીં શું હશે વીતી 

આગલી પેઢીઓ પર 

કર્યા હશે કેવા ત્યાગ, 

હશે કેવી દેશદાઝ 

ના બેઠા એ પેઢી સાથે કદી 

સાંભળવા એમની કહાણી 

ઇતિહાસ ના પાનાં તો હજી 

હતા ભીના તાજી સાહી થી 

વાંચવાની કયા ફુરસદ હતી  અમને 

અમેતો હતાં સ્વતંત્ર ભારતના 

સંતાન


મીનળ 





 





Tuesday, August 3, 2021

વર્ષગાંઠ

વર્ષગાંઠ 

વિચારતા નાનપણમાં 
કે છે જે જન્મદિવસ 
તે કેમ કેહવાય વર્ષગાંઠ 
મોટા જેમ થતાં ગયા 
તેમ સમજાયું કે વર્ષો 
ઉમેરે છે અનેકાનેક ગાંઠો
માટે કહેવાય વર્ષગાંઠ 
 
થોડી શારીરિક  થોડી માનસિક 
થોડી ઢીલી, થોડી કઠણ 
થોડી ચેહરા પર પાડે કરચલી 
ને થોડી અંદર સચવાય 

થોડી મીઠી મધ 
થોડી કડવી વખ 
જીવન છે બસ 
અનુભવો ની લહાણી 
ને સમજણોની કહાણી

ગત વર્ષો ની આપવીતી 
ને આવનાર વર્ષોની 
અગમબુધ્ધિ 
સરી જતાં વર્ષોના 
વહેતા પાણીમાં 
યાદોની ડૂબકી 

પ્રાર્થના આ જન્મદિવસે 
આવતા સમયમાં ખોલીને 
સૌ બંધ ગાંઠો 
ત્યજી ને વર્ષગાંઠ 
ઉજવું આજે  મમ જન્મદિવસ 



મીનળ 




 






Monday, July 19, 2021

શૂન્ય

 શૂન્ય છે 

આ જગત આખું

શૂન્યમાં થી 

છે ઉદ્ભવ્યું

શૂન્યમાં પરિણમશે કદી

શૂન્ય ઉમેરો જેટલા 

રહેશે છેવટે શૂન્ય 

તોયે 

 જીવન આખું વીતે 

શૂન્ય પર શૂન્ય 

ઉમેરવામાં, એક 

એકડાની પાછળ 

પણ અંતે

પાંચ તત્વો નું 

આ શરીર, મળી 

જશે પાંચ તત્વો માં 

તો શું 

 માનવી જીવન

 પણ  છે શૂન્ય?

શૂન્ય જીવન માં 

થવાય કેમ ધન્ય?



મીનળ 

Tuesday, July 13, 2021

ના શોધો

 ના શોધો સંસ્કાર સાડીમાં 

શોધો સંસ્કાર વાણી માં 

ના શોધો વિવેક પ્રણામ માં 

શોધો વિવેક વ્યવહારમાં 


ના શોધો ઉપદેશ ભાષણ માં 

શોધો એ નેતાઓના જીવનમાં 

ના શોધો મર્યાદા ઘૂંઘટમાં 

શોધો મર્યાદા નજરમાં 


ના શોધો શાંતિ મંદિરીયે  

શોધો શાંતિ મન મંદિરે   

ના શોધો ભગવાન તીર્થ ધામે 

છે છુપાયો એ  નિજ અંતરે 


જ્યારે જ્યારે આપણ સૌ 

ભૂલી ગયા સમજણ સાચી 

અર્પી મહત્તા અસ્થાને 

ને ગૂંચવાયા પ્રતિકોમાં 


ત્યારે ત્યારે ભાવ વિસરાયો,

ભાવના બની પાંગળી  

અને સંસ્કાર ની જગ્યાએ 

બન્યા ખોખલા માનવી 


મીનળ 




















Tuesday, June 15, 2021

અંતરની વેદના



 હતી અંતરની વેદના 

ચેહરા પર ચોખ્ખી 

વાંક અમારો કે 

વાંચી ના શક્યા 

હૃદય એમનું રડતું હતું રાતદિન 

ના અમે સાંભળી શક્યા આર્તનાદ 

હતા નજીક એટલા કે 

જાણી શક્યા હોત

કદાચ 

આ બંધ પુસ્તક સમ ચહેરો 

જો કર્યો હોત પ્રયત્ન થોડો અમથો 

ઉપરથી પડદો ખસેડવાનો 

કદાચ 

એ પણ હતા પ્રયત્નશીલ 

ઢાંકવા અને છુપાવવા 

બે અંતર વચ્ચે હતું અંતર ખાસ્સું 

કદાચ 

આ સંતાકૂકડી ની  રમત માં 

ચૂકી ગયા એકમેક ની  

લાગણીઑ ને ઓળખવાનું 

ને જીવન વીતી ગયું 

અમથી અટકળોમાં 







Wednesday, March 17, 2021

કોરોના ની કરામત

કોરોના ની કરામત

ત્રસ્ત ત્રસ્ત ધરતિ  હતી
વ્યસ્ત વ્યસ્ત હર માનવી
પશુ પક્ષી ભયભીત
પ્રાણી માત્ર સંકુચિત

આકાશ પ્રદુષિત
વાત પ્રદુષિત
નદી નાળા ને સાગર
સર્વે પ્રદુષિત

ઊંદર દોડમાં ગ્રસ્ત માનવી 
ત્રાહિ મામ ત્રાહિ મામ
પોકાર ઉઠ્યો સર્વત્ર
પ્રાણી માત્રનો 

ત્યાં આવ્યો કોરોના
નામે એક રાક્ષસ  
નરી આંખે જે  દેખાય ના 
નાકે થી સૂંઘાય ના 
હાથેથી પકડાય ના 

કેમ કરીને મરાય આ
એ મોટી મૂજવણ  
સૌ બન્યા શાંત 
ઘર મહી કેદ 
ધરતી શાંત 
આકાશ શાંત 

પશુ પક્ષી આનંદ વિભોર 
ભર રસ્તે મચવે શોર 
આકાશ સ્વછ,હવા સ્વછ
નદી નાળા રમ્ય 

શું આ રાક્ષસને હશે 
ઈશ્વરે મોકલ્યો?
શીખવા માનવીને 
એક પાઠ?
શું માનવી શિખશે કશું?

કે રહેશે પુંછડી 
વાંકી તે વાંકી?

 મીનળ 




Wednesday, March 3, 2021

ખબર ના પડી


કેવા થયા અમે અને કેવું થયું અમેરિકા 



વર્ષો વિતતા ગયા 

ખબર ના પડી 

અમે બદલાતા ગયા 

ખબર ના પડી

ભૂલ્યા અમે વાયદા

નહીં બદલાવવાના 

દ્રઢ માન્યતાઓ 

લાવ્યા  હતા જે સાથે

ઢીલી પડતી ગઈ ક્યારે 

ખબર ના પડી 

સ્વદેશ માં પરદેશી બન્યા ક્યારે

ખબર ના પડી 

પરદેશ પોતીકું થયું ક્યારે

ખબર ના પડી 

અમેરિકા પણ બદલાતું ગયું

ખબર ના પડી

લાગતું હતું જે ચમકીલું 

ચમકાટ એ ઘટતો ગયો ક્યારે 

ખબર ના પડી

બિનજરૂરી લાગતી હતી  

જે સુવિધાઑ  

ટેવાયા એ સૌથી ક્યારે 

ખબર ના પડી

બાળકો અમેરિકન બની ગયા ક્યારે

ખબર ના પડી 

થતો  હશે ક્યાંક અન્યાય અમને 

કે જાતિભેદ , રંગભેદ,પણ

અણજાણ અમે એવા કે

ખબર ના પડી 

હવે બન્યા બુદ્ધિમાન

અને થોડા ધનવાન 

પણ જીવન ક્યાં વહી ગયું

ખબર ના પડી


મીનળ 













Tuesday, March 2, 2021

When you were born

 Dear Child

The day you were born,

I was born too -

you, as a new baby

and I, as a new mother,

From the moment  you entered my world

The whole world changed forever for me.

As you opened your tiny eyes

and looked around

I too, looked around as if,

For the first time, through your eyes -

And saw things I had never seen before

As you learned to see

I learned to observe

As you learned to talk

I learned to listen

As you learned to walk

I learned to let go

For both of us, the journey has just begun

May we both keep learning together

The true meaning of love, innocence and curiosity

But best of all. the true meaning of life. 


Meenal

Saturday, February 20, 2021

અહંકાર

 અહંકાર

અહંકાર અથડાય છે જ્યાં જ્યાં
દાવાનળ સર્જાય છે ત્યાં ત્યાં

અહંકાર પોષાય છે જ્યાં જ્યાં
અસુરો ઉભરાય છે ત્યાં ત્યાં

અહંકાર હાંકે છે જગને
અને નેતાઓને પોષે છે

અહંકાર બાંધે છે કિલ્લા
અને તકતી મંદિરે ટાંકે  છે

અત્ર, તત્ર, માનવી સર્વત્ર
અહંકારમાં ગળાડૂબ સર્વે

સૌ એની ભરડમાં, 
જિંદગી આખી કાપે

અંતે સળગે રાખ બની  
સાચવવા જે મથયાં 

પૂરું આયખું આખુ 

ત્યાં રહી ગઈ તકતી નામ ની 

ખૂણામાં, લટકતી


મિનલ  







 







Sunday, February 14, 2021

પ્રેમ શું છે

 

પ્રેમ શું છે? કોણ સમજે છે?

કોણ જાણે છે?

શું છે એ 

સ્નેહ ભર્યું સ્મિત કે 

વ્હાલભરી નજર?

ઉષ્મા ભર્યો હાથ વાંસે  

કે વાત્સલ્યભર્યો  માથે?

પગલાં રેતીમાં સાથ સાથ

કે હાથ માં તારો હાથ?

ખભો માથું ટેકવા માટે

કે સંવેદના નો સહારો ? 

સાથે રહેવાના કોલ 

કે બે મીઠા બોલ? 

સોગાદ ફૂલોની 

કે અણમોલ પળો ની?

જણે જણે વ્યાખ્યા જુદી

ક્ષણે ક્ષણે માત્રા જુદી

પણ તરસે સૌ 

આ પ્રેમની તૃષ્ણામાં 


મીનળ

 




 


Friday, January 29, 2021

કેવું હતું અમેરિકા, ને કેવા હતા અમે

કેવા હતા અમે, ને  કેવું હતું અમેરિકા 

પરિપક્વ તોયે અડધા કાચા 

ભોળા ગણો કે બુધ્ધુ, અધૂરા જ્ઞાન માં મગ્ન 

એવા કાચા પાકા આવ્યા અમે આ કાંઠે 

યુવાની માં તર, આશા સભર

અમેરિકાનો આવકાર લાગ્યો હૂંફાળો

ઉત્સાહ ભરપૂર પરદેશમાં પરાક્રમનો

થોડું સમજ્યા, થોડું શીખ્યા,

થોડું બદલાયા, થોડું ગોઠવાયા

જાણે અજાણે બન્યા પ્રવકતા ભારતભરના 

વિષય હોય ધર્મ નો કે દેશનો 

રાજકારણ નો કે વસ્તી વધારો 

ભલે જાણીએ આછું અધૂરું 

પણ અગ્નાન અમારું વહેંચીએ 

ઉજ્જડ ગામ માં એરંડો પ્રધાન

અમેરિકા પણ કેવું હતું 

લાગે મીઠું મધ જેવુ 

મીઠાશ બોલવામાં, મીઠાશ ખાવામાં 

અત્ર તત્ર તક મળે સર્વત્ર

નહોતા માહિતગાર હજી કાચની છત થી

કે નહોતા માહિતગાર રંગભેદ કે ધર્મભેદથી

અમેરિકાના  ઈતિહાસથી કે ભૂગોળથી 

બસ ખુશખુશાલ

લીલા કાર્ડ અને લીલા ડોલર ચારેબાજુ લીલાછમ 

એવા હતા અમે અને એવું હતું અમેરિકા


મીનળ પંડ્યા








Sunday, January 3, 2021

આવ રસી તું આવ

 આવ રસી તું આવ

તારી તો રાહ જોવાય છે

તરસા નયને 

અદ્ધર જીવે 

કેટલી કરી પ્રાર્થનાઓ 

કેટલા પૂજ્ય દેવ

દટાઢ, તડકો, બરફવર્ષા,

વેઠી ને 

દુનિયાભરના વૈજ્ઞાનિક સૌ

લાગ્યા તારી શોધમાં

છેવટે તું આવી છે

દેન ઈશ્વરની 

અને આભાર 

વૈજ્ઞાનિક સૌ નો 

હવે લેવાય

રાહતનો શ્વાસ 

આવી રસી, આવ્યું નવું વર્ષ 

પ્રાર્થીએ  મંગલમ શુભમ

સર્વનું


મીનળ