વિચારતા નાનપણમાં
કે છે જે જન્મદિવસ
તે કેમ કેહવાય વર્ષગાંઠ
મોટા જેમ થતાં ગયા
તેમ સમજાયું કે વર્ષો
ઉમેરે છે અનેકાનેક ગાંઠો
માટે કહેવાય વર્ષગાંઠ
થોડી શારીરિક થોડી માનસિક
થોડી ઢીલી, થોડી કઠણ
થોડી ચેહરા પર પાડે કરચલી
ને થોડી અંદર સચવાય
થોડી મીઠી મધ
થોડી કડવી વખ
જીવન છે બસ
અનુભવો ની લહાણી
ને સમજણોની કહાણી
ગત વર્ષો ની આપવીતી
ને આવનાર વર્ષોની
અગમબુધ્ધિ
સરી જતાં વર્ષોના
વહેતા પાણીમાં
યાદોની ડૂબકી
પ્રાર્થના આ જન્મદિવસે
આવતા સમયમાં ખોલીને
સૌ બંધ ગાંઠો
ત્યજી ને વર્ષગાંઠ
ઉજવું આજે મમ જન્મદિવસ
મીનળ
No comments:
Post a Comment