કેવા થયા અમે અને કેવું થયું અમેરિકા
વર્ષો વિતતા ગયા
ખબર ના પડી
અમે બદલાતા ગયા
ખબર ના પડી
ભૂલ્યા અમે વાયદા
નહીં બદલાવવાના
દ્રઢ માન્યતાઓ
લાવ્યા હતા જે સાથે
ઢીલી પડતી ગઈ ક્યારે
ખબર ના પડી
સ્વદેશ માં પરદેશી બન્યા ક્યારે
ખબર ના પડી
પરદેશ પોતીકું થયું ક્યારે
ખબર ના પડી
અમેરિકા પણ બદલાતું ગયું
ખબર ના પડી
લાગતું હતું જે ચમકીલું
ચમકાટ એ ઘટતો ગયો ક્યારે
ખબર ના પડી
બિનજરૂરી લાગતી હતી
જે સુવિધાઑ
ટેવાયા એ સૌથી ક્યારે
ખબર ના પડી
બાળકો અમેરિકન બની ગયા ક્યારે
ખબર ના પડી
થતો હશે ક્યાંક અન્યાય અમને
કે જાતિભેદ , રંગભેદ,પણ
અણજાણ અમે એવા કે
ખબર ના પડી
હવે બન્યા બુદ્ધિમાન
અને થોડા ધનવાન
પણ જીવન ક્યાં વહી ગયું
ખબર ના પડી
મીનળ
No comments:
Post a Comment