માગ્યા કરતાં મળ્યું ઘણું
આપ્યું હે ઈશ્વર
તેં ખોબો ભરી ભરી
હે જીવન તું ધન્ય છે
પણ,
મે ચૂકવ્યું પાછું કેટલું
તે હિસાબ હજી બાકી છે
જોઉ જ્યારે પાછું ફરી આજે
વિચારું, આપ્યા કેટલા સ્મિત
અને લૂછ્યા કેટલા આંસુ
ક્યાં બાંધ્યા લાગણીના તાર
અને કેટલા ગાંઠ્યા પૂર્વગ્રહ
ક્યારે ઉજવી ઉદારતા દિલની
અને ક્યારે સંકોચયુ અંદર મન
ક્યારે આપી નોંધારા ને સહાય
અને ક્યારે મોઢું ફેરવ્યું તત્કાળ
ફરજ ક્યાં ક્યાં ચૂકી ગયા
હક કેવા સાચવ્યા જતન થી
સેવા ક્યાં ચૂક્યા કરવાની
મેવા શોધ્યા ક્યાં વણહકનાં
ચિત્ર જે ઉભરે છે આજે
તે મન ને લાગે છે થોડું ફીકું
લીધું છે ઘણું હરખભેર
ને કદાચ આપ્યું છે અણીભર
હજી પણ સમય છે મનવા
હિસાબ ચૂકતે કરવાનો
મીનળ
No comments:
Post a Comment