Total Pageviews

6414

Wednesday, August 1, 2018

નિર્ણય

નિર્ણય

આકરો હતો એ નિર્ણય
પણ સ્વાભાવિક લાગ્યો એ નિર્ણય
સૌ જન ટોળા મહી સાથ
ભાગતો એ નિર્ણય
માતૃભૂમિની પરિચિત પાળો
છોડીને પરદેશ પામવાનો એ નિર્ણય

પૈસો હશે ત્યાં અધિક
અને જલસો હશે ત્યાં અધિક
અને વળી
જયારે ફરીશું પાછા સ્વદેશ
માન મોભો મળશે અધિક

કૈંક જોવા જાણવાની ઈચ્છા
કૈક કરી બતાવવાની તમન્ના
કૈક માન મરતબો ની શોધ
કૈક દુનિયા ઘુમવાની હોંશ

આ સર્વનું સરવૈયું સમ
બન્યો એ નિર્ણય
હવે જયારે સરવૈયું જીવન નું
કાઢ્યું ત્યારે ખરેખર
સમજાયો એ નિર્ણયનો મર્મ।



No comments:

Post a Comment