Total Pageviews

Monday, October 1, 2018

સંસારી

સંસારી આ જીવ બિચારો

જ્ઞાનયોગમાં ચાંચ ડૂબે નહિ
ભક્તિયોગમાં ભાવ મળે નહિ
કર્મયોગનો કક્કો આવડે નહિ
શું કરે આ  જીવ બિચારો

ધ્યાનમાં ચોંટે નહિ મન
યોગમાં વળે નહિ શરીર
પ્રાણાયામ પરવડે નહિ
શું કરે આ જીવ બિચારો

આંટા મારે  મંદિર મંદિર
કરે એકટાણું, વ્રતને ધરમ
તોય અંતરે કઈ ઉગે નહિ
શું કરે  આ જીવ બિચારો

અટવાયો આ જીવ
મોહમાયાની ગલીગૂંચીમાં
ને કામ ક્રોધની આંટીઘૂંટીમાં
શું કરે સંસારી બિચારો

પણ ઈશ્વરની છે કૃપા અસીમ
કે આશા છે અમર, અંતર
ઉર્ધ્વગતિ મળશે  કદીક
જીવે એ આશે
સંસારી આ જીવ બિચારો




























No comments:

Post a Comment