Total Pageviews

Wednesday, August 1, 2018

અતિત અને આજ

અતિત અને આજ

વતનની  મુલાકાત  હવે
પહેલાની જેમ કેમ
ના ધડકાવે હૈયુ મારુ
સ્પર્શ કરું માટી વતનની
કેમ ના ગુંજે તાર અંતરે 

શું અમે બદલાયા
કે વતન બદલાયું
ખબર છે કે
સંબંધો બદલાયા અને
સંબંધીઓ પણ બદલાયા

વડીલો ઘટતા ગયા
ઉષ્મા ઘટતી ગઈ
રીસામણા ને મનામણાં
ના હક કરવાના દાવાવાળા
સ્નેહીઓ પણ ઘટતા  ગયા

સરકતા સમયની સાથે
અમે સૌ સરકતા રહ્યા
વહેતા સમયના વહેણમાં
સૌ નિજાનંદે વહેતા રહ્યા
સંસ્મરણો મીઠા થયા
વર્તમાન ખાટો થયો

છે વર્તમાનની વાસ્તવિકતા
આ મન કહે મને
મન તો છે ડાહ્યું
એ સમજે સમયનો ખેલ
પણ પેલું પાગલ હૈયું
એને કોણ સમજાવે?

કે હવે આપણા જ પરાયા થયા?



















No comments:

Post a Comment