બસ કોરોના હવે તું જા
આવ્યો હતો તું વણ બુલાવ્યો
છતાંએ અમે આવકાર્યો
આસપાસ માં આપ્યો વાસ
સમજ્યા અમે એમ કે
આવ્યો છે દેવા શીખ ખાસ
અમે સ્વીકાર્યું, સાંભળ્યું, સમજ્યા
જીવન રીત બદલી તુજ નામ
ઘર કર્યું બંધ ને રસ્તા કર્યા ખાલી
પશુ પક્ષી સૌને આપ્યું
મોકળું મેદાન ખેલવા
પરિવારને માણ્યું , મનોરંજન માણ્યું
પુસ્તકો, સંગીત, શું શું માણ્યું
દૂર નજીકના સાગા સંબંધી સૌને
કર્યા યાદ, વર્ષો પછી
લાંબી, ટૂંકી વાતો કરી લીધી
પણ બસ હવે બહુ થયું
હવે તું જા
તારો આવકાર થયો છે પાંગળો
ને તારો ભય પણ હવે લાગે છે માયલો
ક્યાં સુધી, ક્યાં સુધી સૌ
રહીશું ઘરમાં બંધ
અને ક્યાં સુધી ક્યાં સુધી
માનવ પ્રવૃતિઓ ને ભૂલીને
જીવન જીવીશું પાંજરા મહી
જે ઈશ્વરે તને મોકલ્યો
તે જ ઈશ્વરે અમને પણ મોકલ્યા
જીવન માણવા ને પ્રવૃત થવા
નહિ કે એશ આરામ કરવા
હા, થઇ હશે ભૂલ અમથી
નવી સમજ ની તે ભેટ દીધી સૌને
રાખીશું પરિવારને નજર સમક્ષ
સ્વર્ગ બનાવીશું પૃથ્વી પર
માણીશુ જીવન ભરપૂર
જે આપ્યું છે જે ઈશ્વરે
તે તો છે કરુણા નો કરનારો
નહિ કે કોરોના નો કરનારો
મીનળ પંડ્યા
No comments:
Post a Comment