Total Pageviews

Monday, December 16, 2019

સાત દાયકા


સરકી ગયા સાત દાયકા
હસ્તે સાગર રેતી સમ
હૈયે વળગ્યા કંઈક ક્ષણો
ખટમીઠા સંસ્મરણો મમ

ચાલો આજે માણીએ
સંઘરેલી એ મીઠી યાદો
બચપણ થી આજ સુધી
મળી સુગંધી સોગાદો

સૌ પ્રથમ તો હે ઈશ
તારી અપાર કૃપા મુજ પર
દીધું  પ્રેમસભર બાળપણ
અઢળક હેતભર્યા માતાપિતા
ને હાસ્ય છલકતો પરિવાર

કેળવણી મળી કેળવે તેવી
મળી જીવન જીવવાની શિક્ષા
મિત્રો મળ્યા અનેક અમોલખ
સંગે સૌએ રંગ્યું મુજ શૈશવ

મુગ્ધાવસ્થા ઋજુતા ભરી
યૌવનતણી, ઉજવી છટામાં
રજતપટની ઉશ્મ છાયમાં
રેડિયોના મધુર સંગમાં 

સંગીત, સાહિત્ય સર્વે
માણ્યું, જાણ્યું, ભણયુ
આભાર અંતરથી માનું
મારા સ્વચ્છ સમાજ નો 

લ્હાવો મળ્યો દેશપરદેશનો 
મળી નવી દુનિયા
નવો સમાજ, નવો પરિવાર
આભાર ઈશ્વર તણો

સક્ષમ દેહ, મન અને  હૃદય 
આશીર્વાદ પૂર્વજો
તમ તણો, ઈશ્વર તણો 
આપ્યું પૂર્ણ જીવન મમ

મીનળ પંડ્યા





























2 comments:

  1. ખૂબજ સરસ જીવન ની વાસ્તવિકતા નું निरूपण મને ખૂબજ ગમ્યું

    ReplyDelete