Total Pageviews

6418

Tuesday, July 8, 2014

પાંડવ-કૌરવ કેસ

હસ્તિનાપુર ના ન્યાયમંદિર માં
ચાલ્યો પાંડવ-કૌરવ કેસ
ભારતવર્ષ ની ગલી ગલી થી
ઉમટ્યા સૌ સજ્જન
ચુકાદો કરવાનો આવ્યો
ભીષ્મ પિતામહની પાસ

ન્યાય માંગે દુર્યોધન
ભરી સભા વચ
સત્ય વિવેકની પરિભાષામાં
પાંડવો સૌ સુસજ્જ
ક્રોધ-રોશની અગ્નિ પ્રજ્વાળી
કૌરવો પણ સજધજ

પૂછે દુર્યોધન ઘાંટો પાડીને
કહો પિતામહ ક્યાં છે ન્યાય
હું છું સાચો હકદાર
મારા પિતાનો નખશીખ જાયો
હસ્તિનાપુરનો રાજા થવાનો
 હક છે મારો પાક્કો સાચો

પાંડવો નો જન્મ રહસ્યમય
કુંતી ના ત્રણ માદ્રી ના બે
પિતા જેના જુદા જુદા
ધર્મ પુત્ર, વાયુ પુત્ર, ઇન્દ્ર પુત્ર
પણ નાં છે તેઓ પાંડુ પુત્ર
પછી ક્યાંથી થાય છે હક એમનો

કેમ પિતામહ છો તમે નિરુત્તર
શું છે તમારી આ રાજનીતિ
સમજાવો મને ધર્મ તમારો
બતાવો અધર્મ ક્યાં છે

અમે બોલીએ કદીક ગુસ્સાભર્યું
જયારે માનો તમે અમને નીચા
વર્તણુકમાં ભળે કયાંક અસભ્યતા
જયારે સરખાવો પાંડવો સંગ

અમે છીએ ગૌરવવંતા
જુઓ જરા જો અમ દ્રષ્ટિથી
પૂછો કર્ણને ઉદારતા મમ
જુઓ દ્રૌપદીની ધ્રુષ્ટતા
જયારે કહે અમને અંધ પુત્ર

કુરુક્ષેત્ર કદાચ હશે ધર્મક્ષેત્ર
હશે કદાચ અમ ભૂલો અનેક
પણ કરો ન્યાય કે નથી
ફક્ત અમે એકલા ગુનેગાર

થયો છે અન્યાય અમને  ઘણો
વડીલો તમે સૌ જ્યાં બન્યા
એકતરફી અને ના સમજ્યા
અમને કદી બચપણથી આજ થકી

માટે ઉભા સૌ ભાઈ ભાઈઓ
આજે કુરુક્ષેત્રમાં સામસામે
વિચારો, શું છે તમારો દોષ
અને હે પિતામહ
આપો  ન્યાય આજે ખરેખરો

મિનલ પંડ્યા








No comments:

Post a Comment