આ નાના માનવી
આજે શેરીમાં જોયા ફરતા
નાના મનના નાના માનવી
કરતા ચૌટે વાતો મોટી
સાંકડું જીવન, સાંકડી પહોચ
પણ ઉદારતાની વાતો રોજ
નાની ચોરી ને નાનું જુઠ
નાની નિંદા ને નાનું કૂટ
આ નાના દિલ વાળાઓની
મહેચ્છાઓની નાં ખોટ
નાની ઈર્ષા નાના દ્વેષ
નાના કજિયા નાના કલેશ
પણ નાના નાના રુદિયામાં
છલોછલ અહંકાર વિશેષ
અભિલાષા આભ આંબવાની
પાંગળો ભલે વ્યવહાર
રીસામણા, અપમાન, ચીડ
દુભાતી લાગણીઓનો માળખો
અરે ઓ નાના માનવી
તું ચડ ઉંચાઈ માનવતાની
જો ખોલી હ્રીદયના દ્વાર જરા
ને લંબાવી હાથ તારા
જો કેવા મળે છે માન ને પ્રેમ
કેવું થાય છે છલોછલ હૈયું
કેવા ભાગે છે નાના વહેમ
ને જીવન બનેછે હર્યું ભર્યું
મીનલ પંડ્યા
આજે શેરીમાં જોયા ફરતા
નાના મનના નાના માનવી
કરતા ચૌટે વાતો મોટી
સાંકડું જીવન, સાંકડી પહોચ
પણ ઉદારતાની વાતો રોજ
નાની ચોરી ને નાનું જુઠ
નાની નિંદા ને નાનું કૂટ
આ નાના દિલ વાળાઓની
મહેચ્છાઓની નાં ખોટ
નાની ઈર્ષા નાના દ્વેષ
નાના કજિયા નાના કલેશ
પણ નાના નાના રુદિયામાં
છલોછલ અહંકાર વિશેષ
અભિલાષા આભ આંબવાની
પાંગળો ભલે વ્યવહાર
રીસામણા, અપમાન, ચીડ
દુભાતી લાગણીઓનો માળખો
અરે ઓ નાના માનવી
તું ચડ ઉંચાઈ માનવતાની
જો ખોલી હ્રીદયના દ્વાર જરા
ને લંબાવી હાથ તારા
જો કેવા મળે છે માન ને પ્રેમ
કેવું થાય છે છલોછલ હૈયું
કેવા ભાગે છે નાના વહેમ
ને જીવન બનેછે હર્યું ભર્યું
મીનલ પંડ્યા
No comments:
Post a Comment