Total Pageviews

Monday, October 22, 2012

આવો આ ભારતમાં

આવો આ  ભારતમાં

વિદ્યા જ્યાં વ્યાપાર બન્યો છે
મંદિર જ્યાં વ્યવસાય બન્યો છે
એવા આ ભારતમાં
આવો  તમે ગાંધી અને આવો તમે  રામ

આદર્શો રહ્યા છે દર્શન પૂરતા
ને ધર્મ રહ્યો છે ભાષણ પુરતો
આ ભારોભાર કળીયુગમાં
આવો હે કૃષ્ણ વાસળી લઈ કરમધ્યે

એક રાવણ ને મારવા રામ તમે લીધો અવતાર
એક કંસને કચરવા કૃષ્ણ તમે ધર્યો મનુષ્ય દેહ
આજે રાવણ ને કંસ ઘૂમે  છે શેરીએ શેરીએ
તો ક્યાં ગયા  છો તમે સચરાચર?

અંગ્રેજોને હટાવવા ગાંધી તમેં કરી દાંડીકુચ
સ્વદેશ ને સાદાઈ ની તમે મચાવી ધૂન
આવો જોવા આજે કે કેવી છે ગોરા પરદેશી
ને કાળા પૈસાની ઝાકમઝોળ

રાજાઓની  રિયાસતો  લઈને
સરદાર તમે  બનાવ્યું હિન્દુસ્તાન
રાજકારણીઓ છે આજે નવા  રાજાઓ
કહો ક્યારે આવો છો તમે રિયાસતોને રાસવા

આજે આ ભારતમાં ડુસકા લે છે આદર્શો
ને ચીર ઊડે છે દ્રૌપદીના ભરી સભામાં
તો સારથિ  થઈને  અર્જુનના
ક્યારે આવો છો કૃષ્ણ કનૈયા ધર્મને સ્થાપવા


મિનલ પંડ્યા









No comments:

Post a Comment