અમદાવાદ
તુ રુપાળુ, તુ રંગીલુ
નીત નવિન રુપ તારુ
દિવાળીમા ઝળહળાટ ચમકતુ
નવરાત્રીમા થનગનતુ
ઉનાળામા લપાતુ ઘરમા
ચોમાસામા ભીંજાતુ લચપચ
ઉતરાણમા આભ આબતુ
હોળીમા રંગે રંગાતુ
શિયાળે થરથરતુ
લગ્નનની ઋતુમા મહાલતુ
ભાજીપાઊ ને ગાંઠીયા ઝાપટતુ
વાતોમા ચંગે ખીલતુ
વ્યવહારમા ડાહ્યુ
પૈસામા પારધુ
આ મારુ અમદાવાદ
મીનળ
Beautiful! Nothing like your own hometown ❤️
ReplyDeleteThank you.
Deleteવાહ આનંદ આવી ગયો
ReplyDeleteઆભાર
Delete