હા, અમે NRI
દેશમાં પરદેશી
પરદેશમાં દેશી
કોઈ કહે અમે
ઝોલાં ખાઈએ બે દેશોમાં
ને કોઈ કહે
અમે લ્હાવો લૂટીએ
બે દેશોનો
પોતીકી ધરતી છોડીને
કોઈ આવ્યા પૈસા કમાવા
કોઈ આવ્યા નામ કમાવા
કોઈ આવ્યા ડિગ્રી મેળવવા
કોઈ આવ્યા દીકરા ગોઠવવા
જેમ પણ આવ્યા
પણ સૌ આવ્યા
જેમ પણ ગોઠવાયાં
પણ સૌ ગોઠવાયાં
અને સૌ બન્યા NRI
બીન જરૂરી કે બહુ જરૂરી
દેશમાં પરદેશી
પરદેશમાં દેશી
No comments:
Post a Comment