Total Pageviews

Friday, August 20, 2021

આઝાદી



 જન્મ્યા અમે આઝાદ ભૂમિ પર 

મળી સ્વતંત્રતા જન્મજાત 

વગર આપે એક લોહી ની  બુંદ 

કે વગર કરે કોઈ ત્યાગ 

નથી વેઠી કોઈ યાતના 

કે નથી ભોગવી પરતંત્રતા 

માની લીધો કે 

આઝાદી છે અમારો 

જન્મસિદ્ધ હક 

સમજ્યા નહીં શું હશે વીતી 

આગલી પેઢીઓ પર 

કર્યા હશે કેવા ત્યાગ, 

હશે કેવી દેશદાઝ 

ના બેઠા એ પેઢી સાથે કદી 

સાંભળવા એમની કહાણી 

ઇતિહાસ ના પાનાં તો હજી 

હતા ભીના તાજી સાહી થી 

વાંચવાની કયા ફુરસદ હતી  અમને 

અમેતો હતાં સ્વતંત્ર ભારતના 

સંતાન


મીનળ 





 





Tuesday, August 3, 2021

વર્ષગાંઠ

વર્ષગાંઠ 

વિચારતા નાનપણમાં 
કે છે જે જન્મદિવસ 
તે કેમ કેહવાય વર્ષગાંઠ 
મોટા જેમ થતાં ગયા 
તેમ સમજાયું કે વર્ષો 
ઉમેરે છે અનેકાનેક ગાંઠો
માટે કહેવાય વર્ષગાંઠ 
 
થોડી શારીરિક  થોડી માનસિક 
થોડી ઢીલી, થોડી કઠણ 
થોડી ચેહરા પર પાડે કરચલી 
ને થોડી અંદર સચવાય 

થોડી મીઠી મધ 
થોડી કડવી વખ 
જીવન છે બસ 
અનુભવો ની લહાણી 
ને સમજણોની કહાણી

ગત વર્ષો ની આપવીતી 
ને આવનાર વર્ષોની 
અગમબુધ્ધિ 
સરી જતાં વર્ષોના 
વહેતા પાણીમાં 
યાદોની ડૂબકી 

પ્રાર્થના આ જન્મદિવસે 
આવતા સમયમાં ખોલીને 
સૌ બંધ ગાંઠો 
ત્યજી ને વર્ષગાંઠ 
ઉજવું આજે  મમ જન્મદિવસ 



મીનળ