હતી અંતરની વેદના
ચેહરા પર ચોખ્ખી
વાંક અમારો કે
વાંચી ના શક્યા
હૃદય એમનું રડતું હતું રાતદિન
ના અમે સાંભળી શક્યા આર્તનાદ
હતા નજીક એટલા કે
જાણી શક્યા હોત
કદાચ
આ બંધ પુસ્તક સમ ચહેરો
જો કર્યો હોત પ્રયત્ન થોડો અમથો
ઉપરથી પડદો ખસેડવાનો
કદાચ
એ પણ હતા પ્રયત્નશીલ
ઢાંકવા અને છુપાવવા
બે અંતર વચ્ચે હતું અંતર ખાસ્સું
કદાચ
આ સંતાકૂકડી ની રમત માં
ચૂકી ગયા એકમેક ની
લાગણીઑ ને ઓળખવાનું
ને જીવન વીતી ગયું
અમથી અટકળોમાં