Total Pageviews

6421

Friday, January 29, 2021

કેવું હતું અમેરિકા, ને કેવા હતા અમે

કેવા હતા અમે, ને  કેવું હતું અમેરિકા 

પરિપક્વ તોયે અડધા કાચા 

ભોળા ગણો કે બુધ્ધુ, અધૂરા જ્ઞાન માં મગ્ન 

એવા કાચા પાકા આવ્યા અમે આ કાંઠે 

યુવાની માં તર, આશા સભર

અમેરિકાનો આવકાર લાગ્યો હૂંફાળો

ઉત્સાહ ભરપૂર પરદેશમાં પરાક્રમનો

થોડું સમજ્યા, થોડું શીખ્યા,

થોડું બદલાયા, થોડું ગોઠવાયા

જાણે અજાણે બન્યા પ્રવકતા ભારતભરના 

વિષય હોય ધર્મ નો કે દેશનો 

રાજકારણ નો કે વસ્તી વધારો 

ભલે જાણીએ આછું અધૂરું 

પણ અજ્ઞાન અમારું વહેંચીએ 

ઉજ્જડ ગામ માં એરંડો પ્રધાન

અમેરિકા પણ કેવું હતું 

લાગે મીઠું મધ જેવુ 

મીઠાશ બોલવામાં, મીઠાશ ખાવામાં 

અત્ર તત્ર તક મળે સર્વત્ર

નહોતા માહિતગાર હજી કાચની છત થી

કે નહોતા માહિતગાર રંગભેદ કે ધર્મભેદથી

અમેરિકાના  ઈતિહાસથી કે ભૂગોળથી 

બસ ખુશખુશાલ

લીલા કાર્ડ અને લીલા ડોલર ચારેબાજુ લીલાછમ 

એવા હતા અમે અને એવું હતું અમેરિકા


મીનળ પંડ્યા








1 comment:

  1. So True! Applies to all of us.Keep writing!

    ReplyDelete