Total Pageviews

Friday, August 29, 2014

વૃક્ષ

વૃક્ષ

કડવું ખાતર આરોગે પણ આપે મીઠા ફળ
તડકો વેઠી માથાપર આપે શીતલ છાંય
થાકેલા પક્ષી ને આપે રાતભર વિશ્રામ
ઝીલી પાણી વરસાદનું રાખે સૌને કોરાકટ

ઉચ્છવાસ  લે અમારા સમેટી
ને પ્રસારે  પ્રાણ વાયુ અમૂલો
વીંઝે વાયુ, વેરે પમરાટ  પુષ્પોનો
હે વૃક્ષ તું તો છે ઈશ્વરનું એક સ્વરૂપ

સદાય આપતું કદીય ન માગતું
જાણે દાનેશ્વર કર્ણ
માનવ, પંખી, જીવ જંતુ
ઉપરે સૌ સદાય તારું ઋણ

વાવીએ તને, જાળવીએ તને
આપીએ મીઠું જળ
આ પૃથ્વીની રક્ષા કાજે
રાખીએ તને હમેશ લીલુછમ

મિનલ





















Wednesday, August 20, 2014

Half and Half

Half and Half

Part of me is urging to return

Back home, where I may

Re-live those wonderful childhood years

Bask again in parental love

Touch those cultural roots

That go deeper than the soul...

Re-connect with long-lost friends

And re-count those sweet and sour

Memories of times gone by......

And yet part of me,

That finds comfort in distance

Being half-way around the globe, is

Afraid of crushing that nostalgic world

Afraid of loosing a precious past

Afraid of learning that

Past cannot be re-lived

Except in memories.


Meenal

સંસ્કાર

સંસ્કાર

શું છે આ ચીજ "સંસ્કાર"?
કયા સંસ્કાર, કેવા સંસ્કાર, કોના સંસ્કાર?
વ્યક્તિએ વ્યક્તિએ વ્યાખ્યા જુદી
સંજોગે સંજોગે માત્રા જુદી
કોનું માપ અને કોની સમજ?

કોણ સમજે એની પરિભાષા?
રેતીમાં અક્ષરો જેવી નિત નવીન
નિત  ભુસાતી આ સંસ્કારની વાણી
પેઢી દર પેઢી બદલાતી કહાણી

દેશ પરદેશ માં વંચાતી  જુદી
પરિવાર પરિવારમાં સમજાતી જુદી
ગ્રામ, જ્ઞાતિ ને સમાજની રેખામાં
હર પળ છૂટતી હર પળ બંધાતી

આજે જયારે સૌ બન્યા વિશ્વગ્રામ ના રહેવાસી
કોણ લખશે ને કોણ સમજશે
આ સંસ્કારની પરિભાષા?

મિનલ 

Friday, August 8, 2014

આજકાલ

આજકાલ


ભાવ ભૂલ્યા, ભાષા ભૂલ્યા,
ભૂલ્યા જીવન મુલ્યો

નફો નુકશાન ગણતા ગણતા
ભૂલ્યા સ્નેહ સબંધો

ભણતરમાં પણ ગણતર ઉતર્યું
કેટલું મળ્યું  ને કેટલું ખર્ચ્યું

કેળવણીમાં મળી ભેળવણી
લાગે લાઈનો tution  તણી

ફેસબુકમાં મિત્રો ભરપુર
પણ ઘરમાં શુન્યાકાર

ઘોંઘાટ  ભર્યું જીવન બાહર
ભર્યો અંતરમાં અંધકાર

આજકાલ આપણે ચાલો
કરીએ અંદર ઉજાસ

દીવો પ્રગટાવી  પ્રેમનો
બાંધી સ્નેહની ગાંઠ

પ્રસરાવી સુગંધ નિજ તણી
ઉજવીએ જીવન પર્વ 



મિનલ