Total Pageviews

Thursday, November 21, 2013

हम और तुम

हम और तुम

एक हम है जो
हर संबन्धको परिवारसे जुटते है
हर मित्रको भाई में बदलते है
हर बंधन को पवित्र जानते है
हर चीज़को भावनासे ऊपर उठाते है

ओर एक तुम हो जो
हर सम्बन्धका उपयोग जानते है
हर मित्रका एहसान मानते है
हर संबंधकी पाबंदी नापते है
हर चीजकी कीमत लगाते  है

आपका और हमारा कैसा मिलन?

एक हैम है जो
बात  बात पे उर्मि बहाते है
त्याग में बड्डपन  मानते है
कर्तव्यकी परिभाषा जानते है
व्यव्हार पे धर्मकी लगाम लगाते है

और एक आप है
जो बात बात पे पैसे बहाते है
आवाज़ उठाने में शक्ति मानते है
हक़ कि परिभाषा सिखाते है
अर्थ और काम कि गंगा बहाते है

आपका और हमारा कैसा मिलन?



मीनल पंड्या


Tuesday, October 22, 2013

ત્રિશંકુ દેશબંધુ વિદેશ મુખ

ખભે વિડિયો, આંખે ચશ્માં
કેડે વિંટાળી સ્વેટર બાંય 
'હેલો, હાય'ની માળા જપતો
રામપુરની ગલીકૂંચીમાં
નિસર્યો અમ ત્રિશંકુ પરાયો

હજી કાલની વાત જ છે આ,
ભરી હતી બે બેગો ઠસાઠસ
અથાણાં, ખાખરા, મરી-મસાલા
હવાબાણ હરડે ને ત્રિફલા
શર્ટ-પેન્ટ-બેલ્ટ ને કાળાં ચશ્માં
નિસર્યા 'તા યયાતિ પરાયા

પગે લાગીને બા દાદાને
ચાંલ્લો મોટો કરી કપાળે
થોડું ફિક્કું સ્મિત રાખીને
ચાલ્યો ત્રિશંકુ અમરીકા જવાને

લાગતાં હતાં જે અતડાં કપડાં
શરીર પર જાણે અહીં-તહીં લટક્યાં 
લાગે આજે ફિટોફીટ ને અક્કડ
પણ ત્રિશંકુ લાગે ઉખડ્યાં - ઉખડ્યાં

શેરીઓ છે હજી એની એ,
ગઈકાલે જ્યાં રમતો ફરતો 
બંધ બેસતી પાઘડી સમ
લાગે આજે ભારે મોટો
જાણે ગોળ ખોખામાં ઠોંસ્યો
ચોરસ ડબ્બો ભર્યો ઠસોઠસ

આજે ત્રિશંકુ ચાલે વટ બંધ
જમીનથી જાણે ત્રણ વેંત ઉંચો
નીચા લાગે સૌ ગામવાસી જણ
પોતે થયો છે 'બિન રહેવાસી'
ને આ તો રહ્યા સૌ દેશી, દેશી!

બહાર છો લાગે વટનો કટકો
પણ અંતર એનું જાણે એક સત 
બિન રહેવાસી બબ્બે દેશનો
ત્રિશંકુ આજે એ જ ગલીમાં
જ્યાં હું જન્મ્યો, જ્યાં રમ્યો હું
વિદેશમાં હું હજી ત્રિશંકુ 
હજાર પ્રયત્ને પારકો હમેશ હું!



મિનલ પંડ્યા


Sunday, April 7, 2013

ગાઢા સંબંધો - આછા વ્યવહારો

ગાઢા સંબંધો જ્યાં જ્યાં
ત્યાં ત્યાં આછા વ્યવહારો

જ્યાં મળાય દિલથી, પ્રેમથી
જ્યાં આશા નહિ ઉપેક્ષા નહિ
છે બસ ઉમળકો અંદરનો

દેખાવ નહિ દબદબો નહિ
ના આડંબરની આડ
ખુલ્લું દિલ ને ખુલ્લી વાત
હાસ્ય ગુંજે અંદર બહાર

ખુશહાલ માનું હું મુજને
મળે જીવન માં જો
બસ એક આવો સંબંધ

ધન્ય મમ  જીવન બને
જો  સઘળા સંબંધો
ગાઢા મળે ને
વ્યવહારો આછા મળે

મિનલ પંડ્યા








Monday, March 18, 2013

સંબંધોની ગલીગુંચી

સંબંધોની ગલીગુંચી માં
રોજ હું  અટવાવું
સાચું ખોટું, સારું ખરાબના
ચોરાહે હું ભટકાવું

લાગણીઓની આળ પંપાળ
ને અહંકારની  માવજત પળ પળ
તોય જીત તો જાણે દરિયાની રેત
રહે  હર હમેશ સરકતી મુઠી મત

હોય જો  કોઈ સંબંધોના  દેવ
જેને રીઝવી કરાય મ્હાત
પૂજા કરૂ તેની રોજ  પરભાત
કરું આરતી, ને રાખું  વ્રત

પણ મનમાં રહે છે એક વાત
અનુભવ થી સમજાયું છે સત
હશે રીઝવવા સર્વ દેવ સહેલ
પણ રીઝવવું એક માનવી મુશ્કેલ