આધુનિક મંગલાષ્ટક
વેકેશન મળતા રહ્યે ઉભયને ને ઝગમગે સૂર્ય ત્યાં
pizza hut પ્રગટે સદા સમીપમાં જ્યાં જ્યાં તમે વિચરો
જોઈતી, ને ના જોઈતી બધી ચીજો મળતી રહે સેલમાં
ને જયારે તમે નીસરો શોપિંગ માં, પાર્કિંગ મળે સહજમાં
સુવર્ણ, પ્લેટીનમ તણા તવ હજો ક્રેડીટ કાર્ડ પર્સમાં
ને મોટર--ગાડી હજો હમેશા ટીપટોપ કંડીશનમાં
કેલરી નાં ગણવી પડે બે'ની કદી, હો કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં
workout કરવા ક્લબ હજો, whirlpool ની સાથમાં
weekend માં નિદ્રા મળે સુખભરી, ના ફોનની રણકે ઘંટડી
surprise પાર્ટીઓ મળે બે'ની ઘણી, કોઈ ભેટના હો duplicate
શોધી લે નિજ ride તવ સંતાન સૌ, કરવું ના પડે ના શોફરીંગ
કમ્પુટર ની કૃપા મળો હરઘડી, હો માહિતી સભર જીવન તમ
અંબરથી વરસી રહો અવિરતપણે, વર્ષા સદા ડોલરતણી
investment વધતા રહો દિનબદિન મળજો બોસ કૃપમાયી
ભારતની મળતી રહે ટ્રીપ ઘણી, ના હો duty કસ્ટમ તણી
પ્રાર્થું હે ઈશ આજ આ યુગલનું, અમરીકા મહી મંગલમ
મિનલ પંડ્યા

No comments:
Post a Comment