ના આવ્યું
જિંદગીમાં કેમે કરીને ડહાપણ ના આવ્યું
ખોટા ને ખરા કહેવાનું શાણપણ ના આવ્યું
દુનિયાના રંગમંચ પર હરરોજ ભજવાતા
વ્યવહારનું વ્યાકરણ નાં આવ્યું
ભાવનાઓના ઉછળતા સમુંદર ને
નાથવાનું સુકાન નાં આવ્યું
ખુલ્લા દિલના એકરારો ઉપર
મુકવાનું ઢાકણ ના આવ્યું
પ્રયત્નો તો પળ પળ કર્યા પણ
મોહરું ઓઢીને ફરવાનું ના આવ્યુ
અટકળો તો હરરોજ કરી વાંચવાની
પણ છુપાયેલા ચહેરાઓને પારખતાં ના આવ્યું!
પણ આવ્યું સમજમાં આજે અંતે
કે આ બનાવટી દોડ છે જે ઉંદર તણી
ને છે સફળ નિષ્ફળ ના જુઠા ત્રાજવા
તેનાથી પર છે નિજાનંદ સૌથી મોંઘો
ઈશ્વર કરી તેં આ દુનિયા અનોખી
કે તારા બનાવેલા આ જગતમાં
જેને જીવતા ના આવ્યું
ને રહ્યા જે સંસારે હારતા
તે જ જીતી ગયા આ જીવન
ને તરી ગયા ભવસાગર
મિનલ પંડ્યા
જિંદગીમાં કેમે કરીને ડહાપણ ના આવ્યું
ખોટા ને ખરા કહેવાનું શાણપણ ના આવ્યું
દુનિયાના રંગમંચ પર હરરોજ ભજવાતા
વ્યવહારનું વ્યાકરણ નાં આવ્યું
ભાવનાઓના ઉછળતા સમુંદર ને
નાથવાનું સુકાન નાં આવ્યું
ખુલ્લા દિલના એકરારો ઉપર
મુકવાનું ઢાકણ ના આવ્યું
પ્રયત્નો તો પળ પળ કર્યા પણ
મોહરું ઓઢીને ફરવાનું ના આવ્યુ
અટકળો તો હરરોજ કરી વાંચવાની
પણ છુપાયેલા ચહેરાઓને પારખતાં ના આવ્યું!
પણ આવ્યું સમજમાં આજે અંતે
કે આ બનાવટી દોડ છે જે ઉંદર તણી
ને છે સફળ નિષ્ફળ ના જુઠા ત્રાજવા
તેનાથી પર છે નિજાનંદ સૌથી મોંઘો
ઈશ્વર કરી તેં આ દુનિયા અનોખી
કે તારા બનાવેલા આ જગતમાં
જેને જીવતા ના આવ્યું
ને રહ્યા જે સંસારે હારતા
તે જ જીતી ગયા આ જીવન
ને તરી ગયા ભવસાગર
મિનલ પંડ્યા