સીમાઓ પરદેશ સ્વદેશની
ગુંચવાઇ ગઈ
નવા જમાનાની
તાસીરમા
પારકા પોતાનાની
રેખાઓ
ચહેરાઈ ગઈ આજની
દુનિયામા
સાચુ શુ ખોટુ શુ એ
ભુસાઇ ગયુ
આધુનિકતાના પરિવેશમા
માત્રુભાષા વટલાઇ ગઈ
ગુજલીશના આવેશમા
શિરો, લાડુ રંગાઇ ગયા
કેક ચોકલેટના રંગમા
આવો ઉજવીએ
આ નવા યુગમા
વસુધેવ કુટુબ્કમ
મીનળ