સખી આજ મે સહુને એક સાથે
વ્રુધ્ધ ભાળ્યા
ને જોયો સમયને સરકતો
હજી હમણા
હતા જે યુવાથી ભરપુર
સજ્જ શણગારથી સૌ
જ્યારે મળતા મેળામા
કે મેળાવડામા
ગરબામા કે હોળી દિવાળીમા
સૌ ચમકતા આભુષણોથી
તંગ મુદ્રામા
તંગ કપડામા
જોયા આજ એ જ સૌને
ઢીલા ચહેરે, ઢીલા પગલે
થોડી ઝાખપ કપડામા
ને થોડી ઝાખપ ચાલમા
સમય લઈ ગયો તેજી
જીંદગીની દોડધામ મા
આજે મળ્યા એક મેળામા
અને સૌને જોયા એકસાથે
કેવા બદલાયેલા સૌ
જાણે કોઈ અદ્રશ્ય કાળે
વસાહત આખી પર
કરી દીધી કોઈ કળા
મીનળ પંડ્યા