મમ શરીર નશ્વર
ક્યાંથી પામું ઈશ્વર
તું અગોચર
હું શોધું ગોચરે
તું નિરાકાર
હું ભ્રમિત આકારે
તું આદિ, તુ અનંત
હુ ક્ષણભંગુર તંત
તું વસે અણુ અણુમા
હુ શોધુ મંદિર તીરથમા
તું જુએ કર્મ, આપે ફળ
હુ ગુંચવાવુ ટીલા ટપકામા
તું કરુણાનો સાગર
હુ રાગ, દ્વેશ, અહંકાર
અન્તર આ તુ હુ વચ્ચેનુ
કેમ કાપુ આ ભવમા
મીનળ