Total Pageviews

Monday, July 19, 2021

શૂન્ય

 શૂન્ય છે 

આ જગત આખું

શૂન્યમાં થી 

છે ઉદ્ભવ્યું

શૂન્યમાં પરિણમશે કદી

શૂન્ય ઉમેરો જેટલા 

રહેશે છેવટે શૂન્ય 

તોયે 

 જીવન આખું વીતે 

શૂન્ય પર શૂન્ય 

ઉમેરવામાં, એક 

એકડાની પાછળ 

પણ અંતે

પાંચ તત્વો નું 

આ શરીર, મળી 

જશે પાંચ તત્વો માં 

તો શું 

 માનવી જીવન

 પણ  છે શૂન્ય?

શૂન્ય જીવન માં 

થવાય કેમ ધન્ય?



મીનળ 

Tuesday, July 13, 2021

ના શોધો

 ના શોધો સંસ્કાર સાડીમાં 

શોધો સંસ્કાર વાણી માં 

ના શોધો વિવેક પ્રણામ માં 

શોધો વિવેક વ્યવહારમાં 


ના શોધો ઉપદેશ ભાષણ માં 

શોધો એ નેતાઓના જીવનમાં 

ના શોધો મર્યાદા ઘૂંઘટમાં 

શોધો મર્યાદા નજરમાં 


ના શોધો શાંતિ મંદિરીયે  

શોધો શાંતિ મન મંદિરે   

ના શોધો ભગવાન તીર્થ ધામે 

છે છુપાયો એ  નિજ અંતરે 


જ્યારે જ્યારે આપણ સૌ 

ભૂલી ગયા સમજણ સાચી 

અર્પી મહત્તા અસ્થાને 

ને ગૂંચવાયા પ્રતિકોમાં 


ત્યારે ત્યારે ભાવ વિસરાયો,

ભાવના બની પાંગળી  

અને સંસ્કાર ની જગ્યાએ 

બન્યા ખોખલા માનવી 


મીનળ