Total Pageviews

Friday, January 29, 2021

કેવું હતું અમેરિકા, ને કેવા હતા અમે

કેવા હતા અમે, ને  કેવું હતું અમેરિકા 

પરિપક્વ તોયે અડધા કાચા 

ભોળા ગણો કે બુધ્ધુ, અધૂરા જ્ઞાન માં મગ્ન 

એવા કાચા પાકા આવ્યા અમે આ કાંઠે 

યુવાની માં તર, આશા સભર

અમેરિકાનો આવકાર લાગ્યો હૂંફાળો

ઉત્સાહ ભરપૂર પરદેશમાં પરાક્રમનો

થોડું સમજ્યા, થોડું શીખ્યા,

થોડું બદલાયા, થોડું ગોઠવાયા

જાણે અજાણે બન્યા પ્રવકતા ભારતભરના 

વિષય હોય ધર્મ નો કે દેશનો 

રાજકારણ નો કે વસ્તી વધારો 

ભલે જાણીએ આછું અધૂરું 

પણ અગ્નાન અમારું વહેંચીએ 

ઉજ્જડ ગામ માં એરંડો પ્રધાન

અમેરિકા પણ કેવું હતું 

લાગે મીઠું મધ જેવુ 

મીઠાશ બોલવામાં, મીઠાશ ખાવામાં 

અત્ર તત્ર તક મળે સર્વત્ર

નહોતા માહિતગાર હજી કાચની છત થી

કે નહોતા માહિતગાર રંગભેદ કે ધર્મભેદથી

અમેરિકાના  ઈતિહાસથી કે ભૂગોળથી 

બસ ખુશખુશાલ

લીલા કાર્ડ અને લીલા ડોલર ચારેબાજુ લીલાછમ 

એવા હતા અમે અને એવું હતું અમેરિકા


મીનળ પંડ્યા








Sunday, January 3, 2021

આવ રસી તું આવ

 આવ રસી તું આવ

તારી તો રાહ જોવાય છે

તરસા નયને 

અદ્ધર જીવે 

કેટલી કરી પ્રાર્થનાઓ 

કેટલા પૂજ્ય દેવ

દટાઢ, તડકો, બરફવર્ષા,

વેઠી ને 

દુનિયાભરના વૈજ્ઞાનિક સૌ

લાગ્યા તારી શોધમાં

છેવટે તું આવી છે

દેન ઈશ્વરની 

અને આભાર 

વૈજ્ઞાનિક સૌ નો 

હવે લેવાય

રાહતનો શ્વાસ 

આવી રસી, આવ્યું નવું વર્ષ 

પ્રાર્થીએ  મંગલમ શુભમ

સર્વનું


મીનળ