જ્યારે લૂખ્ખી બળેવ ઉજવાશે
બહેનો ભાઈઓને મળી નહીં શકે
અને મંદિરોને તાળાં લાગશે
હશે આવી જન્માષ્ટમી કે
પૂજારી બંધ બારણે પણ
કોરોના કંસ ભરબજારે
કાળો કેર વરતાવશે
માસ્કમાં છુપાશે ચહેરા
હાથમાં હશે સેનિટાઈઝર
પાડોશી રસ્તો બદલ્શે
ગળે મળવાની તો વાત જ ભૂલાશે
હે ઈશ્વર હું પાર્થુ આજ
આવો શ્રાવણ ફરી કદી ના આવે
જ્યાં ઉજવણી અંદર અંદરઘૂંટાય
શોક સંતાપ પણ ના વહેચાય
મીનળ