ક્યાં ગઈ સંસ્કૃતિ
જેની છે મમ અંતર માં આગ
ક્યાં ગઈ ભારતીયતા
જેની છે મમ મનમાં પ્યાસ
મનમાં ભંડારી વર્ષોથી
જે ભવ્ય કલ્પના
ઘડતરમાં ઘૂંટી જે
અનન્ય ભાવના
આસમાન થી પણ
ઊંચી કંડારી જે મૂર્તિ વંદના
હરદમ જેનીહૃદયમાં
કરી દિવ્ય આરાધના
ક્યાં છે એ પ્રજા
જેના ગાન ગવાય છે
ક્યાં ગઈ છે એ માનવતા
સદીઓથી જે પૂજાય છે
આજે જ્યાં જુઓ
ત્યાં છેતરામણી
લુચ્ચાઈ, કપટ ને
સ્વાર્થ દેખાય છે
યુવાનો મિથ્યા સ્વાભિમાનમાં
દેશપ્રેમીઓ ભવ્ય ભૂતકાળમાં
આમજનો "આ તો આમ જ ચાલે"
બિનરહેવાસીઓ ફરિયાદો માં
બસ આ ભારત વર્તાય છે
જ્યાં "મારું તારું" અને "મારે શું"
સંકુચિત દ્રષ્ટિ ને પોકળ દંભ
જીવનમાં ઉભરાય છે
ક્યારે આંબીશું એ ઊંચાઈ
જે આપણી ધરોહર છે
ક્યારે ઉઠશું ઊંચા આદર્શો
અને પામવા વસુધૈવ કુટુંબકમ
જેની છે મમ અંતર માં આગ
ક્યાં ગઈ ભારતીયતા
જેની છે મમ મનમાં પ્યાસ
મનમાં ભંડારી વર્ષોથી
જે ભવ્ય કલ્પના
ઘડતરમાં ઘૂંટી જે
અનન્ય ભાવના
આસમાન થી પણ
ઊંચી કંડારી જે મૂર્તિ વંદના
હરદમ જેનીહૃદયમાં
કરી દિવ્ય આરાધના
ક્યાં છે એ પ્રજા
જેના ગાન ગવાય છે
ક્યાં ગઈ છે એ માનવતા
સદીઓથી જે પૂજાય છે
આજે જ્યાં જુઓ
ત્યાં છેતરામણી
લુચ્ચાઈ, કપટ ને
સ્વાર્થ દેખાય છે
યુવાનો મિથ્યા સ્વાભિમાનમાં
દેશપ્રેમીઓ ભવ્ય ભૂતકાળમાં
આમજનો "આ તો આમ જ ચાલે"
બિનરહેવાસીઓ ફરિયાદો માં
બસ આ ભારત વર્તાય છે
જ્યાં "મારું તારું" અને "મારે શું"
સંકુચિત દ્રષ્ટિ ને પોકળ દંભ
જીવનમાં ઉભરાય છે
ક્યારે આંબીશું એ ઊંચાઈ
જે આપણી ધરોહર છે
ક્યારે ઉઠશું ઊંચા આદર્શો
અને પામવા વસુધૈવ કુટુંબકમ