જણે જણે જુદું ગણિત
કોઈને છે પૈસાનું ગણિત
ક્યાં વાપર્યા ને ક્યાં સાચવ્યા
કેટલા કમાયા ને કેટલા આપ્યા
છેવટે કેટલું બાંધ્યું ગાંઠે
કોઈને છે કામનું ગણિત
બસ જીવન કામનો બોજ
કેટલું કર્યું ને કેટલું બાકી
ક્યાં સરવાળો ને ક્યાં બાદબાકી
કોઈને છે સંબંધોનું ગણિત
કોને મળ્યા ને કોને જાણ્યા
કોણે બોલાવ્યા ને કોણે ટાળ્યા
સંબંધો ક્યાં બન્યા ને ક્યાં તૂટ્યા
કોઈને છે ઓળખાણોનું ગણિત
ક્યાં ઓળખાણ ને ક્યાં પહેચાન
કેટલો ફાયદો કોનાથી ક્યાં નુકશાન
ક્યાં ખોડુ આ ખાણ દળદાર
કોઈની છે બસ અહંમ નું ગણિત
ક્યાં મળ્યું માન ને ક્યાં અપમાન
ક્યાં પોસાયો ને ક્યાં ઘવાયો અહંકાર
હું નો સરવાળો ને તું ની બાદબાકી
કોઈને છે પ્રેમ નું ગણિત
ક્યાં આપ્યું ને કેટલું આપ્યું
બસ ખુશ છે જે વહેચવામાં
તેને દિલે છે બસ સરવાળો
મીનળ પંડ્યા