વિસરાતી કળા- ઘર ચલાવવાની
આજે ઘણા વર્ષો પછી જૂની એક વાનગીની ચોપડી "ચાલો રસોડામાં" જોવા લીધી। વિચાર તો ખાલી એક વાનગી જોઈ લેવાનો હતો પણ જેવી એ ચોપડી ખોલી તેવું તરત યાદો નો મહાસાગર ઉમટ્યો.
આજથી ચાલીસ વર્ષ પહેલા જયારે હું લગ્ન કરીને અમેરિકા આવવા નીકળી ત્યારે મમ્મીએ આ ચોપડી સાથે આપી હતી. ઘર ચલાવવા માં મને કેટલી બધી મુશ્કેલી નડશે અને અમેરિકામાં હું ઘર કેવી રીતે ચલાવીશ એ એની ચોક્કસ ચિંતા અને આ પુસ્તક જરૂરથી કામમાં આવશે તેવી ખાતરી. અને ખરેખર શરૂઆતના વર્ષોમાં લગભગ અઠવાડિયામાં બે થી ત્રણ વાર હું "ચાલો રસોડામાં" લઈને બેસતી.કાં તો કોઈ વાનગી જોવી હોય કે પછી આઠ લોકો માટે કેટલું શાક બનાવવું જોઈએ, કઈ મીઠાઈ સાથે કયું ફરસાણ બરાબર કેહવાય એ બધું જોવા માટે આ પુસ્તક ખુલતું.
પછી તો ધીરે ધીરે હું બધું ઘણું નવું શીખી, અને ચોપડી ની જરૂર ઓછી થતી ગઈ
પણ આજે જયારે ચાર દાયકા પછી આ પુસ્તક ફરી હાથમાં લીધું તો મુકવાનું મન જ નાં થયું. શું શું યાદ આવતું ગયું! જુદી જુદી વાનગીઓતો ખરી જ પણ વધારે તો પાને પાનું વાંચતાં વાંચતા, મન અને હૈયું પચાસ વર્ષ પહેલાના ગુજરાતી ઘર નું ચિત્ર જોઈ રહ્યું. એ વખતના ઘરોમાં કેવું કેવું શીખવાડતું હતું તે બધું "ચાલો રસોડામાં" જોવાથી યાદ આવી ગયું। કેટકેટલી શીખ એમાં આપેલી છે તે વિચાર આવ્યો। આજે આ બધું કોણ જાણતું હશે કોણ કરતુ હશે?
એ વખતે ઘર ચલાવવાની એક ચોક્કસ કળા હતી. એ કળામાં પારંગત થવાની તાલીમ માં, દાદીમા। કાકી, માસી બધા આપતા। કેટ કેટલા વડીલો યાદ આવ્યા. અનાજ ક્યારે ખરીદવું, કેવી રીતે સાચવવું, કોઠીમાં જીવાત નાં જાય તેના માટે કેવા પગલા લેવા જોઈએ તે બધું બરાબર શીખવાનું. કેટલી જાતના અથાણા બને, બન્યા પછી કેવી રીતે જાડી કાચની બરણીઓમાં ભરાય, તેના ઉપર મલમલનું ભીનું કપડું બંધાય. જુદા જુદા મસાલા સિઝનમાં ખરીદાય, ત્યાર પછી ચોકમાં બેસીને ખંડાય, શેકાય, અને બરણીઓમાં ભરાય.
વાનગીઓ ઉપરાંત પણ એ જમાનાની ગૃહિણીઓ કેટલું બધું સંભાળતી. સામાજિક સંબંધો, વ્યવહાર, બધું ઘરના પુરુષો ભાગ્યેજ ધ્યાન આપતા. મારા પપ્પા આજે પણ યાદ કરે છે કે તે જયારે નાના હતા ત્યારે તેમના કુટુંબમાં છવીસ સભ્યો હતા. અને તે બધાની સુખ સગવડ, જરૂરિયાતો એ બધાનું ધ્યાન તેમના દાદી રાખતા। ઘરમાં પાંચ પુત્રો, પાંચ, પુત્રવધુઓ, પૌત્રો, પુત્રી, વગેરે, તેની ઉપરાંત આવતા જતા મહેમાનો, આ બધાની સંભાળ રખાતી। અનાજ ભરવાથી માંડીને વ્યવહાર સાચવવાની બધી જવાબદારી।
સૌથી વધારે તો એ કે એમની સત્તા પણ એક્માન્ય રહેતી। ઘરમાં આટલા બધા હોવા છતાં પણ બરાબર એક મોટી કંપની ની જેમ દરેકનો રોલ નક્કી હતો. મોટા શું કરે, નાના ની શું ફરજો, એ બધું વણલખ્યા નિયમોથી ચાલતું। આજે જયારે કુટુંબો નાના થતા ગયા છે, જયારે ફક્ત માતા પિતા અને બે બાળકો નું કુટુંબ બની ગયું છે, જયારે પતિ પત્ની બંનેની કેરિયર તેમને ઘર ની બહાર રાખે છે ત્ત્યારે આ જૂની કુટુંબ વ્યવસ્થા યાદ આવે છે.
એક વાનગીની ચોપડી કેટલી બધી જૂની યાદો તાજી કરાવી ગઈ!