સોસાયટી માં એક બંગલો
વર્ષો પહેલા સૌ સરખો સરખો
નવો નવો પણ સર્વ સામાન્ય
ઠીક બેસતો સૌ પાડોશી સંગ
સફેદ રંગ ને નીચો ઓટલો
પાસે પાસે એકબીજા સંગ
જાણે કંડાર્યા સૌ સમાન
વેઠવા ટાઢ ને તાપ સંગ સંગ
ઓટલે હીંચકાનું સાદું પાટિયું
સામે બે ખુરશી પ્લાસ્ટીકની
આંગણું નાનું પણ આવકાર મોટો
ભલે પધાર્યા નું તોરણ ટોડલે
પણ ...
આજે થઇ બેઠો એ
સૌથી મોટો, સૌથી આલીશાન
ઊંચા કોટ વડે ઘેરાયેલો
પણ બેઠો જાણે એકલો અટૂલો
વૈભવશાળી, વટ બંધ
એના માલિક ની જેમ
ખુબ સમૃદ્ધ, ખુબ સશક્ત
પણ તોયે એકલો અટૂલો
જાણે લાગ્યો લક્ષ્મીનો શ્રાપ
મોટું બારણું ને બહાર ચોકીદાર
આવકાર મળે જ્યાં લુખો લુખો
'ભલે પધાર્યા' તોરણ ગાયબ
વર્ષો પહેલા સૌ સરખો સરખો
નવો નવો પણ સર્વ સામાન્ય
ઠીક બેસતો સૌ પાડોશી સંગ
સફેદ રંગ ને નીચો ઓટલો
પાસે પાસે એકબીજા સંગ
જાણે કંડાર્યા સૌ સમાન
વેઠવા ટાઢ ને તાપ સંગ સંગ
ઓટલે હીંચકાનું સાદું પાટિયું
સામે બે ખુરશી પ્લાસ્ટીકની
આંગણું નાનું પણ આવકાર મોટો
ભલે પધાર્યા નું તોરણ ટોડલે
પણ ...
આજે થઇ બેઠો એ
સૌથી મોટો, સૌથી આલીશાન
ઊંચા કોટ વડે ઘેરાયેલો
પણ બેઠો જાણે એકલો અટૂલો
વૈભવશાળી, વટ બંધ
એના માલિક ની જેમ
ખુબ સમૃદ્ધ, ખુબ સશક્ત
પણ તોયે એકલો અટૂલો
જાણે લાગ્યો લક્ષ્મીનો શ્રાપ
મોટું બારણું ને બહાર ચોકીદાર
આવકાર મળે જ્યાં લુખો લુખો
'ભલે પધાર્યા' તોરણ ગાયબ