Total Pageviews

Monday, February 24, 2014

રાષ્ટ્રભક્ત અમેરિકામાં

રાષ્ટ્રભક્ત અમેરિકામાં

પુકારું હું જોરશોરથી
ભારત તો છે પુણ્યભૂમિ
સંસ્કાર છે અવ ગૌરવવંતા,
માનવી જ્યાં સૌ પ્રેમે હળતા

પારિવારિક પરંપરાથી
અમે સૌ આદર્શ બન્યા
આધ્યાત્મિક ઉન્નતીમાં
અમે તો સૌથી ચઢ્યા
લોહી અમારું આર્યાવતનું
ને દિલ અમારું દરીયાવર

યોગ અમે શીખવ્યા જગને
ગણિત, વિજ્ઞાન, ભાષા સૌ
શોધ્યા અમ ઋષિઓએ સર્વ
ધ્યાન ધારણા ને આયુર્વેદ
જગત ને અમારી દેન

પણ મમ સંતાનના ભવિષ્ય
માટે મારે રહેવું દરિયાપાર
જ્યાં મળે મોંઘા મુલા ડોલર
ને સફળ થવાની તક છે અનેક

ભલે લુપ્ત થાય એ ભવ્યતા
ને ભલે મારી ભાવી પેઢી
રંગાય વિદેશી રંગે, આજે પણ
હું જોરશોરથી પુકારું ઘર વચ્ચે
ભારત તો છે પુણ્ય ભૂમિ
અમે સૌ સંસ્કારે ઉજળા

મિનલ પંડ્યા