સંબંધોની ગલીગુંચી માં
રોજ હું અટવાવું
સાચું ખોટું, સારું ખરાબના
ચોરાહે હું ભટકાવું
લાગણીઓની આળ પંપાળ
ને અહંકારની માવજત પળ પળ
તોય જીત તો જાણે દરિયાની રેત
રહે હર હમેશ સરકતી મુઠી મત
હોય જો કોઈ સંબંધોના દેવ
જેને રીઝવી કરાય મ્હાત
પૂજા કરૂ તેની રોજ પરભાત
કરું આરતી, ને રાખું વ્રત
પણ મનમાં રહે છે એક વાત
અનુભવ થી સમજાયું છે સત
હશે રીઝવવા સર્વ દેવ સહેલ
પણ રીઝવવું એક માનવી મુશ્કેલ
રોજ હું અટવાવું
સાચું ખોટું, સારું ખરાબના
ચોરાહે હું ભટકાવું
લાગણીઓની આળ પંપાળ
ને અહંકારની માવજત પળ પળ
તોય જીત તો જાણે દરિયાની રેત
રહે હર હમેશ સરકતી મુઠી મત
હોય જો કોઈ સંબંધોના દેવ
જેને રીઝવી કરાય મ્હાત
પૂજા કરૂ તેની રોજ પરભાત
કરું આરતી, ને રાખું વ્રત
પણ મનમાં રહે છે એક વાત
અનુભવ થી સમજાયું છે સત
હશે રીઝવવા સર્વ દેવ સહેલ
પણ રીઝવવું એક માનવી મુશ્કેલ