ગણત્રી
વાણિયા જેવી ભક્તિ મારી રોજ ત્રાજવે તોલું
આજે કરું જો પાંચ માળા કયા દેવને રીઝવું
કરું પૂજા ગણપતિની એ વિઘ્નો હરે સૌ મારા
કૃષ્ણની જો ભક્તિ કરું તો યોગક્ષેમ સચવાતા
હનુમાનની જો કરું આરાધના આપે એ બળ ને શક્તિ
પણ લક્ષ્મીજી ઉપાસનાથી વધે ધન સંપત્તિ
વિદ્યાની દેવી સરસ્વતી આપે બુદ્ધી ને શાણપણ
વાણિયા જેવી ભક્તિ મારી રોજ ત્રાજવે તોલું
આજે કરું જો પાંચ માળા કયા દેવને રીઝવું
કરું પૂજા ગણપતિની એ વિઘ્નો હરે સૌ મારા
પણ સાંભળ્યું છે કે શિવજી જલ્દી રીઝાતા
કૃષ્ણની જો ભક્તિ કરું તો યોગક્ષેમ સચવાતા
માતાજીની જો થાય અવગણના તો શીઘ્ર એ રીસાતા
હનુમાનની જો કરું આરાધના આપે એ બળ ને શક્તિ
પણ લક્ષ્મીજી ઉપાસનાથી વધે ધન સંપત્તિ
વિદ્યાની દેવી સરસ્વતી આપે બુદ્ધી ને શાણપણ
પણ વાંછિત ફળદાયક તો છે પ્રભુ સતનારાયણ
કેટકેટલા દેવ અને કેટ કેટલી આશાઓ
મંદિર ભરું મૂર્તિઓથી, ને સવાર સાંજ પૂજાથી
કેટકેટલા દેવ અને કેટ કેટલી આશાઓ
મંદિર ભરું મૂર્તિઓથી, ને સવાર સાંજ પૂજાથી
પણ વેપારી આ વૃતિ મારી, માપે રોજ, શું મળશે
પૂજા અર્ચના હવન ને વ્રત, જરૂર ક્યારેક તો ફળશે
પૂજા અર્ચના હવન ને વ્રત, જરૂર ક્યારેક તો ફળશે
ઊંચી વાતો પરમાત્માની પણ વેપારી આ જીવ
ઈશ્વર કર બસ એ કૃપા કે એ મળવા ઝંખે શિવ
મિનલ પંડ્યા