પેઢી - ગઈ એક પોઢી
નવા જમાનાની નવી વાતો જોવા
આંખો જુનીને તમાશા નવા થયા
ઓરડા ગયાને બેડરૂમ થયા
ઓટલા ગયાને પાર્કિંગ થયા
પરસાળ, પાનીહરા, ચોક ને ચોકડી
બસ બાના ઘરના ફોટામાં રહ્યા
આગળો, ઉંબરા, પાટલા ને બાજોઠ
આખી એક પેઢીની સાથે ગયા
ગયા એ સોનેરીકોર વાળા પીતાંબર
ને સુગંધિત વેણી વાળા અંબોડા
આજેતો વાળ ટૂંકા ને પાટલૂન ચુસ્ત થયા
ગયા એ પોળનાં ચબુતરાઓ ને ચોરાઓ
હીંચકા ઉપર ઝુલનારા એ બોખા વડીલો
આજેતો હોર્નની ચીસો ને ફોનની ઘંટડીઓમાં
પંખીઓ પણ પલાયન થયા
ગયા પેંડા, બરફી, ચુરમું, ને લાપસી
શ્રાદ્ધ અને સંવત્સરી ના જમણ
આજેતો વર્ષગાંઠ ની મિજલસમાં
ચોકલેટ કેક ને પીઝાના માહોલ થયા
આંખો જુનીને તમાશા નવા થયા
મીનલ પંડ્યા
નવા જમાનાની નવી વાતો જોવા
આંખો જુનીને તમાશા નવા થયા
ઓરડા ગયાને બેડરૂમ થયા
ઓટલા ગયાને પાર્કિંગ થયા
પરસાળ, પાનીહરા, ચોક ને ચોકડી
બસ બાના ઘરના ફોટામાં રહ્યા
આગળો, ઉંબરા, પાટલા ને બાજોઠ
આખી એક પેઢીની સાથે ગયા
ગયા એ સોનેરીકોર વાળા પીતાંબર
ને સુગંધિત વેણી વાળા અંબોડા
આજેતો વાળ ટૂંકા ને પાટલૂન ચુસ્ત થયા
ગયા એ પોળનાં ચબુતરાઓ ને ચોરાઓ
હીંચકા ઉપર ઝુલનારા એ બોખા વડીલો
આજેતો હોર્નની ચીસો ને ફોનની ઘંટડીઓમાં
પંખીઓ પણ પલાયન થયા
ગયા પેંડા, બરફી, ચુરમું, ને લાપસી
શ્રાદ્ધ અને સંવત્સરી ના જમણ
આજેતો વર્ષગાંઠ ની મિજલસમાં
ચોકલેટ કેક ને પીઝાના માહોલ થયા
આંખો જુનીને તમાશા નવા થયા
મીનલ પંડ્યા