ખળખળ વહેતા ઝરણામાં તું
વિશાલ સમુન્દરના પટમાં તું
તુંગ પર્વતના શિખરે તું
મોહક ભ્રમિત વન રાશી માં તું
મુગ્ધ બાળકની આંખોમાં તું
માતા ના વાત્સલ્યમાં તું
પ્રેમની ગહેરાઈ માં તું
ને સંયમ ના પાલનમાં તું
ઋતુઓના લયમાં તું
મંદ મંદ વાતા વાયરામાં તું
ફૂલોની સુગંધમાં તું
ને હવાના કણ કણ માં તું
બધેજ તું તો આ "હું" ક્યાં?
મારો આ અહં ક્યાં ને
આ મિથ્યા અભિમાન ક્યાં?
મિનલ પંડ્યા
ઋતુઓના લયમાં તું
મંદ મંદ વાતા વાયરામાં તું
ફૂલોની સુગંધમાં તું
ને હવાના કણ કણ માં તું
બધેજ તું તો આ "હું" ક્યાં?
મારો આ અહં ક્યાં ને
આ મિથ્યા અભિમાન ક્યાં?
મિનલ પંડ્યા