વૈષ્ણવ જન તો તેને રે કહીય ની parody
આધુનિક જન તો તેને રે કહીએ, જે પીડ બીજાને આપે રે
પરદુ:ખે ઉપભોગ કરે તોયે, મનમાં આંચ ન લાવે રે
સકલ લોકમાં સહુને છેતરે , નીંદા જે કરે સૌની રે
વાચ કાચ મન નિરંકુશ વિચરે, ધન ધન ધન ની રટની રે
મોહમાયાથી મન ભરપુર જેનું, દ્રઢ વૈરાગ્ય જેના ભાષણમાં
રામનામ જેને નેવે ચડાવ્યું, સકલ જગત જેની ઝાપટમાં
વક્રદ્રષ્ટિ જેની, લોલુપ હૈયું,સૌ સ્ત્રી પોતાની માને રે
જીહ્વા જેની સત્ય ના જાણે, પરધન નવ છોડે સહેજ રે
વ્યાજવટામાં પારંગત જે, કામ ક્રોધ ભરી કાયારે
ભણે મિનલ તેના પડછાયાથી ભૂત પિશાચ પણ ભાગે રે
મિનલ પંડ્યા