ક્ષણભંગુર જિંદગી, તું ક્યાં ગઈ?
ધાર્યું ન'તું કે જિંદગી આમ અલપ ઝલપ સરકી જશે
ધાર્યું ન'તું કે ખ્વાબ કૈક આછા અધૂરા રહી જશે
લાવ્યા હતા સાથ કેઇક અભીલાશાઓનો ટોપલો
ઉમેરતા રહ્યા ક્ષણ ક્ષણ નવી ખેવાનાઓનો થોકડો
નો'તી ખબરકે જિંદગી તો પળ પળ વધેરાય છે
ને કાલની આશા તળે આજ તો હોમાય છે
દિવસો વીત્યા વીકેન્ડ ની રાહમાં
ને મહિનાઓ વીત્યા રજાઓની ચાહમાં
બચપણ વીત્યું યુવાની ની તલાશ માં
ને યુવાની વીતી સુખની ભાગદોડ માં
હવે જયારે આવ્યો પ્રૌઢાવસ્થાનો ઉમરો
ને જયારે દેખાયું આગળ થોડું ને પાછળ ઝાઝું
ત્યારે થાય છે કે આ લાંબી સફર કેમ કરીને
હાથતાળી દઈને છટકી ગઈ - ને ક્યાં ગઈ
એતો ધાર્યું ન'તું કે આમ બસ હાથથી જ સરકી જશે!
મિનલ પંડ્યા