ગુજરાતી અમેરિકામાં
સીરીઅલ નો કરે ચેવડો ને ચીઝનો કરે માવો
આવો મળીયે આ ગુજરાતીઓને માણે અમેરિકાનો લ્હાવો
મઠીયા પાપડ સૂકવે તડકે માણે સેવ ગાંઠિયા ની ચટપટ
ચરોતર હોય કે ચેરી હિલ પણ રાસ ગરબાની રમઝટ
ઉજવે દિવાળી ઉજવે હોળી ઉજવે નાતાલ રંગે
ઉનાળામાં બીચ પર માણે શ્રીખંડ ઊંધિયું ચંગે
બોલે ભલે ભાંગ્યું અંગ્રેજી પણ ધંધો ધમધોકાર
"ટેક તો ટેક નહિ તો ગો" એ ગુજરાતણ નો ખુમાર
ગુજલીશમાં કરે ગપસપ ને ફેસબૂકમાં કરે ફ્રેન્ડશીપ
ભલે હોય અમેરિકામાં પણ જય જય ગરવી ગુજરાત હોઠે
મિનલ પંડ્યા